Samaysar (Gujarati). Gatha: 208.

< Previous Page   Next Page >


Page 328 of 642
PDF/HTML Page 359 of 673

 

૩૨૮

સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
मज्झं परिग्गहो जदि तदो अहमजीवदं तु गच्छेज्ज
णादेव अहं जम्हा तम्हा ण परिग्गहो मज्झ ।।२०८।।
मम परिग्रहो यदि ततोऽहमजीवतां तु गच्छेयम्
ज्ञातैवाहं यस्मात्तस्मान्न परिग्रहो मम ।।२०८।।

यदि परद्रव्यमजीवमहं परिगृह्णीयां तदावश्यमेवाजीवो ममासौ स्वः स्यात्, अहमप्य- वश्यमेवाजीवस्यामुष्य स्वामी स्याम् अजीवस्य तु यः स्वामी, स किलाजीव एव एवमवशेनापि ममाजीवत्वमापद्येत मम तु एको ज्ञायक एव भावः यः स्वः, अस्यैवाहं स्वामी; ततो मा भून्ममाजीवत्वं, ज्ञातैवाहं भविष्यामि, न परद्रव्यं परिगृह्णामि

अयं च मे निश्चयः
પરિગ્રહ કદી મારો બને તો હું અજીવ બનું ખરે,
હું તો ખરે જ્ઞાતા જ, તેથી નહિ પરિગ્રહ મુજ બને. ૨૦૮.

ગાથાર્થઃ[ यदि ] જો [ परिग्रहः ] પરદ્રવ્ય-પરિગ્રહ [ मम ] મારો હોય [ ततः ] તો [ अहम् ] હું [ अजीवतां तु ] અજીવપણાને [ गच्छेयम् ] પામું. [ यस्मात् ] કારણ કે [ अहं ] હું તો [ ज्ञाता एव ] જ્ઞાતા જ છું [ तस्मात् ] તેથી [ परिग्रहः ] (પરદ્રવ્યરૂપ) પરિગ્રહ [ मम न ] મારો નથી.

ટીકાઃજો અજીવ પરદ્રવ્યને હું પરિગ્રહું તો અવશ્યમેવ તે અજીવ મારું ‘સ્વ’ થાય, હું પણ અવશ્યમેવ તે અજીવનો સ્વામી થાઉં; અને અજીવનો જે સ્વામી તે ખરેખર અજીવ જ હોય. એ રીતે અવશે (લાચારીથી) પણ મને અજીવપણું આવી પડે. મારું તો એક જ્ઞાયક ભાવ જ જે ‘સ્વ’ છે, તેનો જ હું સ્વામી છું; માટે મને અજીવપણું ન હો, હું તો જ્ઞાતા જ રહીશ, પરદ્રવ્યને નહિ પરિગ્રહું.

ભાવાર્થઃનિશ્ચયનયથી એ સિદ્ધાંત છે કે જીવનો ભાવ જીવ જ છે, તેની સાથે જીવને સ્વ-સ્વામી સંબંધ છે; અને અજીવનો ભાવ અજીવ જ છે, તેની સાથે અજીવને સ્વ- સ્વામી સંબંધ છે. જો જીવને અજીવનો પરિગ્રહ માનવામાં આવે તો જીવ અજીવપણાને પામે; માટે જીવને અજીવનો પરિગ્રહ પરમાર્થે માનવો તે મિથ્યાબુદ્ધિ છે. જ્ઞાનીને એવી મિથ્યાબુદ્ધિ હોય નહિ. જ્ઞાની તો એમ માને છે કે પરદ્રવ્ય મારો પરિગ્રહ નથી, હું તો જ્ઞાતા છું.

‘વળી આ (નીચે પ્રમાણે) મારો નિશ્ચય છે’ એમ હવે કહે છેઃ