છેદાવ, વા ભેદાવ, કો લઈ જાવ, નષ્ટ બનો ભલે,
વા અન્ય કો રીત જાવ, પણ પરિગ્રહ નથી મારો ખરે. ૨૦૯.
ગાથાર્થઃ — [ छिद्यतां वा ] છેદાઈ જાઓ, [ भिद्यतां वा ] અથવા ભેદાઈ જાઓ, [ नीयतां
वा ] અથવા કોઈ લઈ જાઓ, [ अथवा विप्रलयम् यातु ] અથવા નષ્ટ થઈ જાઓ, [ यस्मात्
तस्मात् गच्छतु ] અથવા તો ગમે તે રીતે જાઓ, [ तथापि ] તોપણ [ खलु ] ખરેખર [ परिग्रहः ]
પરિગ્રહ [ मम न ] મારો નથી.
ટીકાઃ — પરદ્રવ્ય છેદાઓ, અથવા ભેદાઓ, અથવા કોઈ તેને લઈ જાઓ, અથવા
નષ્ટ થઈ જાઓ, અથવા ગમે તે રીતે જાઓ, તોપણ હું પરદ્રવ્યને નહિ પરિગ્રહું; કારણ કે
‘પરદ્રવ્ય મારું સ્વ નથી, – હું પરદ્રવ્યનો સ્વામી નથી, પરદ્રવ્ય જ પરદ્રવ્યનું સ્વ છે,
– પરદ્રવ્ય જ પરદ્રવ્યનો સ્વામી છે, હું જ મારું સ્વ છું, – હું જ મારો સ્વામી છું’ — એમ હું
જાણું છું.
ભાવાર્થઃ — જ્ઞાનીને પરદ્રવ્યના બગડવા-સુધરવાનો હર્ષવિષાદ હોતો નથી.
હવે આ અર્થના કળશરૂપે અને આગળના કથનની સૂચનારૂપે કાવ્ય કહે છેઃ —
छिज्जदु वा भिज्जदु वा णिज्जदु वा अहव जादु विप्पलयं ।
जम्हा तम्हा गच्छदु तह वि हु ण परिग्गहो मज्झ ।।२०९।।
छिद्यतां वा भिद्यतां वा नीयतां वाथवा यातु विप्रलयम् ।
यस्मात्तस्मात् गच्छतु तथापि खलु न परिग्रहो मम ।।२०९।।
छिद्यतां वा, भिद्यतां वा, नीयतां वा, विप्रलयं यातु वा, यतस्ततो गच्छतु वा, तथापि
न परद्रव्यं परिगृह्णामि; यतो न परद्रव्यं मम स्वं, नाहं परद्रव्यस्य स्वामी, परद्रव्यमेव परद्रव्यस्य
स्वं, परद्रव्यमेव परद्रव्यस्य स्वामी, अहमेव मम स्वं, अहमेव मम स्वामी इति जानामि ।
(वसन्ततिलका)
इत्थं परिग्रहमपास्य समस्तमेव
सामान्यतः स्वपरयोरविवेकहेतुम् ।
अज्ञानमुज्झितुमना अधुना विशेषाद्
भूयस्तमेव परिहर्तुमयं प्रवृत्तः ।।१४५।।
કહાનજૈનશાસ્ત્રમાળા ]
નિર્જરા અધિકાર
૩૨૯
42