Samaysar (Gujarati). Gatha: 210.

< Previous Page   Next Page >


Page 330 of 642
PDF/HTML Page 361 of 673

 

background image
*શ્લોકાર્થઃ[ इत्थं ] આ રીતે [ समस्तम् एव परिग्रहम् ] સમસ્ત પરિગ્રહને [ सामान्यतः ]
સામાન્યતઃ [ अपास्य ] છોડીને [ अधुना ] હવે [ स्वपरयोः अविवेकहेतुम् अज्ञानम् उज्झितुमनाः अयं ]
સ્વ-પરના અવિવેકના કારણરૂપ અજ્ઞાનને છોડવાનું જેનું મન છે એવો આ [ भूयः ] ફરીને [ तम् एव ]
તેને જ (પરિગ્રહને જ) [ विशेषात् ] વિશેષતઃ [ परिहर्तुम् ] છોડવાને [ प्रवृत्तः ] પ્રવૃત્ત થયો છે.
ભાવાર્થઃસ્વપરને એકરૂપ જાણવાનું કારણ અજ્ઞાન છે. તે અજ્ઞાનને સમસ્તપણે
છોડવા ઇચ્છતા જીવે પ્રથમ તો પરિગ્રહનો સામાન્યતઃ ત્યાગ કર્યો અને હવે (હવેની
ગાથાઓમાં) તે પરિગ્રહને વિશેષતઃ (જુદાં જુદાં નામ લઈને) છોડે છે. ૧૪૫.
જ્ઞાનીને ધર્મનો (પુણ્યનો) પરિગ્રહ નથી એમ પ્રથમ કહે છેઃ
અનિચ્છક કહ્યો અપરિગ્રહી, જ્ઞાની ન ઇચ્છે પુણ્યને,
તેથી ન પરિગ્રહી પુણ્યનો તે, પુણ્યનો જ્ઞાયક રહે. ૨૧૦.
ગાથાર્થઃ[ अनिच्छः ] અનિચ્છકને [ अपरिग्रहः ] અપરિગ્રહી [ भणितः ] કહ્યો છે [ च ]
અને [ ज्ञानी ] જ્ઞાની [ धर्मम् ] ધર્મને (પુણ્યને) [ न इच्छति ] ઇચ્છતો નથી, [ तेन ] તેથી [ सः ]
તે [ धर्मस्य ] ધર્મનો [ अपरिग्रहः तु ] પરિગ્રહી નથી, [ ज्ञायकः ] (ધર્મનો) જ્ઞાયક જ [ भवति ] છે.
ટીકાઃઇચ્છા પરિગ્રહ છે. તેને પરિગ્રહ નથીજેને ઇચ્છા નથી. ઇચ્છા તો
અજ્ઞાનમય ભાવ છે અને અજ્ઞાનમય ભાવ જ્ઞાનીને હોતો નથી, જ્ઞાનીને જ્ઞાનમય જ ભાવ
* આ કળશનો અર્થ આ પ્રમાણે પણ થાય છેઃ[ इत्थं ] આ રીતે [ स्वपरयोः अविवेकहेतुम् समस्तम्
एव परिग्रहम् ] સ્વ-પરના અવિવેકના કારણરૂપ સમસ્ત પરિગ્રહને [ सामान्यतः ] સામાન્યતઃ [ अपास्य ]
છોડીને [ अधुना ] હવે, [ अज्ञानम् उज्झितुमनाः अयं ] અજ્ઞાનને છોડવાનું જેનું મન છે એવો આ, [ भूयः ]
ફરીને [ तम् एव ] તેને જ [ विशेषात् ] વિશેષતઃ [ परिहर्तुम् ] છોડવાને [ प्रवृत्तः ] પ્રવૃત્ત થયો છે.
अपरिग्गहो अणिच्छो भणिदो णाणी य णेच्छदे धम्मं
अपरिग्गहो दु धम्मस्स जाणगो तेण सो होदि ।।२१०।।
अपरिग्रहोऽनिच्छो भणितो ज्ञानी च नेच्छति धर्मम्
अपरिग्रहस्तु धर्मस्य ज्ञायकस्तेन स भवति ।।२१०।।
इच्छा परिग्रहः तस्य परिग्रहो नास्ति यस्येच्छा नास्ति इच्छा त्वज्ञानमयो भावः,
अज्ञानमयो भावस्तु ज्ञानिनो नास्ति, ज्ञानिनो ज्ञानमय एव भावोऽस्ति ततो ज्ञानी अज्ञानमयस्य
૩૩૦
સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-