Samaysar (Gujarati). Gatha: 211.

< Previous Page   Next Page >


Page 331 of 642
PDF/HTML Page 362 of 673

 

background image
હોય છે; તેથી અજ્ઞાનમય ભાવ જે ઇચ્છા તેના અભાવને લીધે જ્ઞાની ધર્મને ઇચ્છતો નથી;
માટે જ્ઞાનીને ધર્મનો પરિગ્રહ નથી. જ્ઞાનમય એવા એક જ્ઞાયકભાવના સદ્ભાવને લીધે આ
(જ્ઞાની) ધર્મનો કેવળ જ્ઞાયક જ છે.
હવે, જ્ઞાનીને અધર્મનો (પાપનો) પરિગ્રહ નથી એમ કહે છેઃ
અનિચ્છક કહ્યો અપરિગ્રહી, જ્ઞાની ન ઇચ્છે પાપને,
તેથી ન પરિગ્રહી પાપનો તે, પાપનો જ્ઞાયક રહે. ૨૧૧.
ગાથાર્થઃ[ अनिच्छः ] અનિચ્છકને [ अपरिग्रहः ] અપરિગ્રહી [ भणितः ] કહ્યો છે [ च ]
અને [ ज्ञानी ] જ્ઞાની [ अधर्मम् ] અધર્મને (પાપને) [ न इच्छति ] ઇચ્છતો નથી, [ तेन ] તેથી [ सः ]
તે [ अधर्मस्य ] અધર્મનો [ अपरिग्रहः ] પરિગ્રહી નથી, [ ज्ञायकः ] (અધર્મનો) જ્ઞાયક જ [ भवति ]
છે.
ટીકાઃઇચ્છા પરિગ્રહ છે. તેને પરિગ્રહ નથીજેને ઇચ્છા નથી. ઇચ્છા તો
અજ્ઞાનમય ભાવ છે અને અજ્ઞાનમય ભાવ જ્ઞાનીને હોતો નથી, જ્ઞાનીને જ્ઞાનમય જ ભાવ
હોય છે; તેથી અજ્ઞાનમય ભાવ જે ઇચ્છા તેના અભાવને લીધે જ્ઞાની અધર્મને ઇચ્છતો નથી;
માટે જ્ઞાનીને અધર્મનો પરિગ્રહ નથી. જ્ઞાનમય એવા એક જ્ઞાયકભાવના સદ્ભાવને લીધે આ
(જ્ઞાની) અધર્મનો કેવળ જ્ઞાયક જ છે.
भावस्य इच्छाया अभावाद्धर्मं नेच्छति तेन ज्ञानिनो धर्मपरिग्रहो नास्ति ज्ञानमयस्यैकस्य
ज्ञायकभावस्य भावाद्धर्मस्य केवलं ज्ञायक एवायं स्यात्
अपरिग्गहो अणिच्छो भणिदो णाणी य णेच्छदि अधम्मं
अपरिग्गहो अधम्मस्स जाणगो तेण सो होदि ।।२११।।
अपरिग्रहोऽनिच्छो भणितो ज्ञानी च नेच्छत्यधर्मम्
अपरिग्रहोऽधर्मस्य ज्ञायकस्तेन स भवति ।।२११।।
इच्छा परिग्रहः तस्य परिग्रहो नास्ति यस्येच्छा नास्ति इच्छा त्वज्ञानमयो भावः,
अज्ञानमयो भावस्तु ज्ञानिनो नास्ति, ज्ञानिनो ज्ञानमय एव भावोऽस्ति ततो ज्ञानी अज्ञानमयस्य
भावस्य इच्छाया अभावादधर्मं नेच्छति तेन ज्ञानिनोऽधर्मपरिग्रहो नास्ति ज्ञानमयस्यैकस्य
ज्ञायकभावस्य भावादधर्मस्य केवलं ज्ञायक एवायं स्यात्
કહાનજૈનશાસ્ત્રમાળા ]
નિર્જરા અધિકાર
૩૩૧