એ જ પ્રમાણે ગાથામાં ‘અધર્મ’ શબ્દ પલટીને તેની જગ્યાએ રાગ, દ્વેષ, ક્રોધ, માન,
માયા, લોભ, કર્મ, નોકર્મ, મન, વચન, કાય, શ્રોત્ર, ચક્ષુ, ઘ્રાણ, રસન અને સ્પર્શન — એ સોળ
શબ્દો મૂકી, સોળ ગાથાસૂત્રો વ્યાખ્યાનરૂપ કરવાં અને આ ઉપદેશથી બીજાં પણ વિચારવાં.
હવે, જ્ઞાનીને આહારનો પણ પરિગ્રહ નથી એમ કહે છેઃ —
અનિચ્છક કહ્યો અપરિગ્રહી, જ્ઞાની ન ઇચ્છે અશનને,
તેથી ન પરિગ્રહી અશનનો તે, અશનનો જ્ઞાયક રહે. ૨૧૨.
ગાથાર્થઃ — [ अनिच्छः ] અનિચ્છકને [ अपरिग्रहः ] અપરિગ્રહી [ भणितः ] કહ્યો છે [ च ]
અને [ ज्ञानी ] જ્ઞાની [ अशनम् ] અશનને (ભોજનને) [ न इच्छति ] ઇચ્છતો નથી, [ तेन ] તેથી
[ सः ] તે [ अशनस्य ] અશનનો [ अपरिग्रहः तु ] પરિગ્રહી નથી, [ ज्ञायकः ] (અશનનો) જ્ઞાયક
જ [ भवति ] છે.
ટીકાઃ — ઇચ્છા પરિગ્રહ છે. તેને પરિગ્રહ નથી — જેને ઇચ્છા નથી. ઇચ્છા તો
અજ્ઞાનમય ભાવ છે અને અજ્ઞાનમય ભાવ જ્ઞાનીને હોતો નથી, જ્ઞાનીને જ્ઞાનમય જ ભાવ
હોય છે; તેથી અજ્ઞાનમય ભાવ જે ઇચ્છા તેના અભાવને લીધે જ્ઞાની અશનને ઇચ્છતો નથી;
માટે જ્ઞાનીને અશનનો પરિગ્રહ નથી. જ્ઞાનમય એવા એક જ્ઞાયકભાવના સદ્ભાવને લીધે આ
(જ્ઞાની) અશનનો કેવળ જ્ઞાયક જ છે.
एवमेव चाधर्मपदपरिवर्तनेन रागद्वेषक्रोधमानमायालोभकर्मनोकर्ममनोवचनकायश्रोत्रचक्षु-
र्घ्राणरसनस्पर्शनसूत्राणि षोडश व्याख्येयानि । अनया दिशाऽन्यान्यप्यूह्यानि ।
अपरिग्गहो अणिच्छो भणिदो णाणी य णेच्छदे असणं ।
अपरिग्गहो दु असणस्स जाणगो तेण सो होदि ।।२१२।।
अपरिग्रहोऽनिच्छो भणितो ज्ञानी च नेच्छत्यशनम् ।
अपरिग्रहस्त्वशनस्य ज्ञायकस्तेन स भवति ।।२१२।।
इच्छा परिग्रहः । तस्य परिग्रहो नास्ति यस्येच्छा नास्ति । इच्छा त्वज्ञानमयो भावः,
अज्ञानमयो भावस्तु ज्ञानिनो नास्ति, ज्ञानिनो ज्ञानमय एव भावोऽस्ति । ततो ज्ञानी अज्ञानमयस्य
भावस्य इच्छाया अभावादशनं नेच्छति । तेन ज्ञानिनोऽशनपरिग्रहो नास्ति । ज्ञानमयस्यैकस्य
ज्ञायकभावस्य भावादशनस्य केवलं ज्ञायक एवायं स्यात् ।
૩૩૨
સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-