ભાવાર્થઃ — જ્ઞાનીને આહારની પણ ઇચ્છા નથી તેથી જ્ઞાનીને આહાર કરવો તે પણ
પરિગ્રહ નથી. અહીં પ્રશ્ન થાય છે કે — આહાર તો મુનિ પણ કરે છે, તેમને ઇચ્છા છે કે
નહિ? ઇચ્છા વિના આહાર કેમ કરે? તેનું સમાધાનઃ — અશાતાવેદનીય કર્મના ઉદયથી
જઠરાગ્નિરૂપ ક્ષુધા ઊપજે છે, વીર્યાંતરાયના ઉદયથી તેની વેદના સહી શકાતી નથી અને
ચારિત્રમોહના ઉદયથી આહારગ્રહણની ઇચ્છા ઉત્પન્ન થાય છે. તે ઇચ્છાને જ્ઞાની કર્મના ઉદયનું
કાર્ય જાણે છે. રોગ સમાન જાણી તેને મટાડવા ચાહે છે. ઇચ્છા પ્રત્યે અનુરાગરૂપ ઇચ્છા
જ્ઞાનીને નથી અર્થાત્ તેને એમ ઇચ્છા નથી કે મારી આ ઇચ્છા સદા રહો. માટે તેને અજ્ઞાનમય
ઇચ્છાનો અભાવ છે. પરજન્ય ઇચ્છાનું સ્વામીપણું જ્ઞાનીને નથી માટે જ્ઞાની ઇચ્છાનો પણ
જ્ઞાયક જ છે. આ પ્રમાણે શુદ્ધનયની પ્રધાનતાથી કથન જાણવું.
હવે, જ્ઞાનીને પાનનો (પાણી વગેરે પીવાનો ) પણ પરિગ્રહ નથી એમ કહે છેઃ —
અનિચ્છક કહ્યો અપરિગ્રહી, જ્ઞાની ન ઇચ્છે પાનને,
તેથી ન પરિગ્રહી પાનનો તે, પાનનો જ્ઞાયક રહે. ૨૧૩.
ગાથાર્થઃ — [ अनिच्छः ] અનિચ્છકને [ अपरिग्रहः ] અપરિગ્રહી [ भणितः ] કહ્યો છે [ च ]
અને [ ज्ञानी ] જ્ઞાની [ पानम् ] પાનને [ न इच्छति ] ઇચ્છતો નથી, [ तेन ] તેથી [ सः ] તે
[ पानस्य ] પાનનો [ अपरिग्रहः तु ] પરિગ્રહી નથી, [ ज्ञायकः ] (પાનનો) જ્ઞાયક જ [ भवति ] છે.
ટીકાઃ — ઇચ્છા પરિગ્રહ છે. તેને પરિગ્રહ નથી — જેને ઇચ્છા નથી. ઇચ્છા તો
અજ્ઞાનમય ભાવ છે અને અજ્ઞાનમય ભાવ જ્ઞાનીને હોતો નથી, જ્ઞાનીને જ્ઞાનમય જ ભાવ
હોય છે; તેથી અજ્ઞાનમય ભાવ જે ઇચ્છા તેના અભાવને લીધે જ્ઞાની પાનને ઇચ્છતો નથી;
अपरिग्गहो अणिच्छो भणिदो णाणी य णेच्छदे पाणं ।
अपरिग्गहो दु पाणस्स जाणगो तेण सो होदि ।।२१३।।
अपरिग्रहोऽनिच्छो भणितो ज्ञानी च नेच्छति पानम् ।
अपरिग्रहस्तु पानस्य ज्ञायकस्तेन स भवति ।।२१३।।
इच्छा परिग्रहः । तस्य परिग्रहो नास्ति यस्येच्छा नास्ति । इच्छा त्वज्ञानमयो भावः,
अज्ञानमयो भावस्तु ज्ञानिनो नास्ति, ज्ञानिनो ज्ञानमय एव भावोऽस्ति । ततो ज्ञानी अज्ञानमयस्य
भावस्य इच्छाया अभावात् पानं नेच्छति । तेन ज्ञानिनः पानपरिग्रहो नास्ति । ज्ञानमयस्यैकस्य
કહાનજૈનશાસ્ત્રમાળા ]
નિર્જરા અધિકાર
૩૩૩