Samaysar (Gujarati). Gatha: 214.

< Previous Page   Next Page >


Page 334 of 642
PDF/HTML Page 365 of 673

 

૩૩૪

સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-

ज्ञायकभावस्य भावात् केवलं पानकस्य ज्ञायक एवायं स्यात्

एमादिए दु विविहे सव्वे भावे य णेच्छदे णाणी
जाणगभावो णियदो णीरालंबो दु सव्वत्थ ।।२१४।।
एवमादिकांस्तु विविधान् सर्वान् भावांश्च नेच्छति ज्ञानी
ज्ञायकभावो नियतो निरालम्बस्तु सर्वत्र ।।२१४।।

एवमादयोऽन्येऽपि बहुप्रकाराः परद्रव्यस्य ये स्वभावास्तान् सर्वानेव नेच्छति ज्ञानी, तेन ज्ञानिनः सर्वेषामपि परद्रव्यभावानां परिग्रहो नास्ति इति सिद्धं ज्ञानिनोऽत्यन्तनिष्परिग्रहत्वम् अथैवमयमशेषभावान्तरपरिग्रहशून्यत्वादुद्वान्तसमस्ताज्ञानः सर्वत्राप्यत्यन्तनिरालम्बो भूत्वा प्रति-


માટે જ્ઞાનીને પાનનો પરિગ્રહ નથી. જ્ઞાનમય એવા એક જ્ઞાયકભાવના સદ્ભાવને લીધે આ (જ્ઞાની) પાનનો કેવળ જ્ઞાયક જ છે.

ભાવાર્થઃઆહારની ગાથાના ભાવાર્થ પ્રમાણે અહીં પણ સમજવું.

એ રીતે બીજા પણ અનેક પ્રકારના પરજન્ય ભાવોને જ્ઞાની ઇચ્છતો નથી એમ હવે કહે છેઃ

એ આદિ વિધવિધ ભાવ બહુ જ્ઞાની ન ઇચ્છે સર્વને;
સર્વત્ર આલંબન રહિત બસ નિયત જ્ઞાયકભાવ તે. ૨૧૪.

ગાથાર્થઃ[ एवमादिकान् तु ] ઇત્યાદિક [ विविधान् ] અનેક પ્રકારના [ सर्वान् भावान् च ] સર્વ ભાવોને [ ज्ञानी ] જ્ઞાની [ न इच्छति ] ઇચ્છતો નથી; [ सर्वत्र निरालम्बः तु ] સર્વત્ર (બધામાં) નિરાલંબ એવો તે [ नियतः ज्ञायकभावः ] નિશ્ચિત જ્ઞાયકભાવ જ છે.

ટીકાઃઇત્યાદિક બીજા પણ ઘણા પ્રકારના જે પરદ્રવ્યના સ્વભાવો છે તે બધાયને જ્ઞાની ઇચ્છતો નથી તેથી જ્ઞાનીને સમસ્ત પરદ્રવ્યના ભાવોનો પરિગ્રહ નથી. એ રીતે જ્ઞાનીને અત્યંત નિષ્પરિગ્રહપણું સિદ્ધ થયું.

હવે એ પ્રમાણે આ, સમસ્ત અન્યભાવોના પરિગ્રહથી શૂન્યપણાને લીધે જેણે સમસ્ત અજ્ઞાન વમી નાખ્યું છે એવો, સર્વત્ર અત્યંત નિરાલંબ થઈને, નિયત ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવ રહેતો, સાક્ષાત્ વિજ્ઞાનઘન આત્માને અનુભવે છે.