ભાવાર્થઃ — પુણ્ય, પાપ, અશન, પાન વગેરે સર્વ અન્યભાવોનો જ્ઞાનીને પરિગ્રહ નથી
કારણ કે સર્વ પરભાવોને હેય જાણે ત્યારે તેની પ્રાપ્તિની ઇચ્છા થતી નથી.*
હવે આગળની ગાથાની સૂચનારૂપ કાવ્ય કહે છેઃ —
શ્લોકાર્થઃ — [ पूर्वबद्ध-निज-कर्म-विपाकात् ] પૂર્વે બંધાયેલા પોતાના કર્મના વિપાકને લીધે
[ ज्ञानिनः यदि उपभोगः भवति तत् भवतु ] જ્ઞાનીને જો ઉપભોગ હોય તો હો, [ अथ च ] પરંતુ
[ रागवियोगात् ] રાગના વિયોગને લીધે ( – અભાવને લીધે) [ नूनम् ] ખરેખર [ परिग्रहभावम् न
एति ] તે ઉપભોગ પરિગ્રહભાવને પામતો નથી.
ભાવાર્થઃ — પૂર્વે બંધાયેલા કર્મનો ઉદય આવતાં ઉપભોગસામગ્રી પ્રાપ્ત થાય તેને જો
અજ્ઞાનમય રાગભાવે ભોગવવામાં આવે તો તે ઉપભોગ પરિગ્રહપણાને પામે. પરંતુ જ્ઞાનીને
અજ્ઞાનમય રાગભાવ નથી. તે જાણે છે કે જે પૂર્વે બાંધ્યું હતું તે ઉદયમાં આવી ગયું અને
છૂટી ગયું; હવે હું તેને ભવિષ્યમાં વાંછતો નથી. આ રીતે જ્ઞાનીને રાગરૂપ ઇચ્છા નથી તેથી
તેનો ઉપભોગ પરિગ્રહપણાને પામતો નથી. ૧૪૬.
હવે, જ્ઞાનીને ત્રણે કાળ સંબંધી પરિગ્રહ નથી એમ કહે છેઃ —
ઉત્પન્ન ઉદયનો ભોગ નિત્ય વિયોગભાવે જ્ઞાનીને,
ને ભાવી કર્મોદય તણી કાંક્ષા નહીં જ્ઞાની કરે. ૨૧૫.
नियतटङ्कोत्कीर्णैकज्ञायकभावः सन् साक्षाद्विज्ञानघनमात्मानमनुभवति ।
(स्वागता)
पूर्वबद्धनिजकर्मविपाकात्
ज्ञानिनो यदि भवत्युपभोगः ।
तद्भवत्वथ च रागवियोगात्
नूनमेति न परिग्रहभावम् ।।१४६।।
उप्पण्णोदयभोगो वियोगबुद्धीए तस्स सो णिच्चं ।
कंखामणागदस्स य उदयस्स ण कुव्वदे णाणी ।।२१५।।
* પ્રથમ, મોક્ષાભિલાષી સર્વ પરિગ્રહને છોડવા પ્રવૃત્ત થયો હતો; તેણે આ ગાથા સુધીમાં સમસ્ત
પરિગ્રહભાવને છોડ્યો, એ રીતે સમસ્ત અજ્ઞાનને દૂર કર્યું અને જ્ઞાનસ્વરૂપ આત્માને અનુભવ્યો.
કહાનજૈનશાસ્ત્રમાળા ]
નિર્જરા અધિકાર
૩૩૫