Samaysar (Gujarati).

< Previous Page   Next Page >


Page 336 of 642
PDF/HTML Page 367 of 673

 

background image
ગાથાર્થઃ[ उत्पन्नोदयभोगः ] જે ઉત્પન્ન (અર્થાત્ વર્તમાન કાળના) ઉદયનો ભોગ
[ सः ] તે, [ तस्य ] જ્ઞાનીને [ नित्यम् ] સદા [ वियोगबुद्धया ] વિયોગબુદ્ધિએ હોય છે [ च ] અને
[ अनागतस्य उदयस्य ] આગામી (અર્થાત્ ભવિષ્ય કાળના) ઉદયની [ ज्ञानी ] જ્ઞાની [ कांक्षाम् ]
વાંછા [ न करोति ] કરતો નથી.
ટીકાઃકર્મના ઉદયનો ઉપભોગ ત્રણ પ્રકારનો હોયઅતીત (ગયા કાળનો),
પ્રત્યુત્પન્ન (વર્તમાન કાળનો) અને અનાગત (ભવિષ્ય કાળનો). તેમાં પ્રથમ, જે અતીત
ઉપભોગ તે અતીતપણાને લીધે જ (અર્થાત્
વીતી ગયો હોવાને લીધે જ) પરિગ્રહભાવને ધારતો
નથી. અનાગત ઉપભોગ જો વાંછવામાં આવતો હોય તો જ પરિગ્રહભાવને (પરિગ્રહપણાને)
ધારે; અને જે પ્રત્યુત્પન્ન ઉપભોગ તે રાગબુદ્ધિએ પ્રવર્તતો હોય તો જ પરિગ્રહભાવને ધારે.
પ્રત્યુત્પન્ન કર્મોદય-ઉપભોગ જ્ઞાનીને રાગબુદ્ધિએ પ્રવર્તતો જોવામાં આવતો નથી કારણ
કે જ્ઞાનીને અજ્ઞાનમય ભાવ જે રાગબુદ્ધિ તેનો અભાવ છે; અને કેવળ વિયોગબુદ્ધિએ જ
(હેયબુદ્ધિએ જ) પ્રવર્તતો તે ખરેખર પરિગ્રહ નથી. માટે પ્રત્યુત્પન્ન કર્મોદય-ઉપભોગ જ્ઞાનીને
પરિગ્રહ નથી (
પરિગ્રહરૂપ નથી).
જે અનાગત ઉપભોગ તે તો ખરેખર જ્ઞાનીને વાંછિત જ નથી (અર્થાત્ જ્ઞાનીને તેની
વાંછા જ નથી) કારણ કે જ્ઞાનીને અજ્ઞાનમય ભાવ જે વાંછા તેનો અભાવ છે. માટે અનાગત
કર્મોદય-ઉપભોગ જ્ઞાનીને પરિગ્રહ નથી (
પરિગ્રહરૂપ નથી).
ભાવાર્થઃઅતીત કર્મોદય-ઉપભોગ તો વીતી જ ગયો છે. અનાગત ઉપભોગની
વાંછા નથી; કારણ કે જે કર્મને જ્ઞાની અહિતરૂપ જાણે છે તેના આગામી ઉદયના ભોગની
उत्पन्नोदयभोगो वियोगबुद्धया तस्य स नित्यम्
कांक्षामनागतस्य च उदयस्य न करोति ज्ञानी ।।२१५।।
कर्मोदयोपभोगस्तावत् अतीतः प्रत्युत्पन्नोऽनागतो वा स्यात् तत्रातीतस्तावत्
अतीतत्वादेव स न परिग्रहभावं बिभर्ति अनागतस्तु आकांक्ष्यमाण एव परिग्रहभावं बिभृयात्
प्रत्युत्पन्नस्तु स किल रागबुद्धया प्रवर्तमान एव तथा स्यात् न च प्रत्युत्पन्नः कर्मोदयोपभोगो
ज्ञानिनो रागबुद्धया प्रवर्तमानो दृष्टः, ज्ञानिनोऽज्ञानमयभावस्य रागबुद्धेरभावात् वियोगबुद्धयैव
केवलं प्रवर्तमानस्तु स किल न परिग्रहः स्यात् ततः प्रत्युत्पन्नः कर्मोदयोपभोगो ज्ञानिनः
परिग्रहो न भवेत् अनागतस्तु स किल ज्ञानिनो नाकांक्षित एव, ज्ञानिनोऽज्ञानमय-
भावस्याकांक्षाया अभावात् ततोऽनागतोऽपि कर्मोदयोपभोगो ज्ञानिनः परिग्रहो न भवेत्
૩૩૬
સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-