કહાનજૈનશાસ્ત્રમાળા ]
ज्ञानी हि तावद् ध्रुवत्वात् स्वभावभावस्य टङ्कोत्कीर्णैकज्ञायकभावो नित्यो भवति, यौ तु
वेद्यवेदकभावौ तौ तूत्पन्नप्रध्वंसित्वाद्विभावभावानां क्षणिकौ भवतः । तत्र यो भावः कांक्षमाणं
वेद्यभावं वेदयते स यावद्भवति तावत्कांक्षमाणो वेद्यो भावो विनश्यति; तस्मिन् विनष्टे वेदको भावः
વાંછા તે કેમ કરે? વર્તમાન ઉપભોગ પ્રત્યે રાગ નથી; કારણ કે જેને હેય જાણે છે તેના પ્રત્યે રાગ કેમ હોય? આ રીતે જ્ઞાનીને જે ત્રણ કાળ સંબંધી કર્મોદયનો ઉપભોગ તે પરિગ્રહ નથી. જ્ઞાની જે વર્તમાનમાં ઉપભોગનાં સાધનો ભેળાં કરે છે તે તો પીડા સહી શકાતી નથી તેનો ઇલાજ કરે છે — રોગી જેમ રોગનો ઇલાજ કરે તેમ. આ, નબળાઈનો દોષ છે.
હવે પૂછે છે કે અનાગત કર્મોદય-ઉપભોગને જ્ઞાની કેમ વાંછતો નથી? તેનો ઉત્તર કહે છેઃ —
ગાથાર્થઃ — [ यः वेदयते ] જે ભાવ વેદે છે (અર્થાત્ વેદકભાવ) અને [ वेद्यते ] જે ભાવ વેદાય છે (અર્થાત્ વેદ્યભાવ) [ उभयम् ] તે બન્ને ભાવો [ समये समये ] સમયે સમયે [ विनश्यति ] વિનાશ પામે છે — [ तद्ज्ञायकः तु ] એવું જાણનાર [ ज्ञानी ] જ્ઞાની [ उभयम् अपि ] તે બન્ને ભાવોને [ कदापि ] કદાપિ [ न कांक्षति ] વાંછતો નથી.
ટીકાઃ — જ્ઞાની તો, સ્વભાવભાવનું ધ્રુવપણું હોવાથી, ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવસ્વરૂપ નિત્ય છે; અને જે *વેદ્ય-વેદક (બે) ભાવો છે તેઓ, વિભાવભાવોનું ઉત્પન્ન થવાપણું અને વિનાશ થવાપણું હોવાથી, ક્ષણિક છે. ત્યાં, જે ભાવ કાંક્ષમાણ (અર્થાત્ વાંછા કરનારા) એવા વેદ્યભાવને વેદે છે અર્થાત્ વેદ્યભાવને અનુભવનાર છે તે (વેદકભાવ) જ્યાં સુધીમાં ઉત્પન્ન થાય ત્યાં સુધીમાં કાંક્ષમાણ (અર્થાત્ વાંછા કરનારો) વેદ્યભાવ વિનાશ પામી જાય છે; તે * વેદ્ય = વેદાવાયોગ્ય. વેદક = વેદનાર, અનુભવનાર.