કહાનજૈનશાસ્ત્રમાળા ]
इह खल्वध्यवसानोदयाः कतरेऽपि संसारविषयाः, कतेरऽपि शरीरविषयाः । तत्र यतरे
संसारविषयाः ततरे बन्धनिमित्ताः, यतरे शरीरविषयास्ततरे तूपभोगनिमित्ताः । यतरे बन्ध-
निमित्तास्ततरे रागद्वेषमोहाद्याः, यतरे तूपभोगनिमित्तास्ततरे सुखदुःखाद्याः । अथामीषु सर्वेष्वपि
ज्ञानिनो नास्ति रागः, नानाद्रव्यस्वभावत्वेन टङ्कोत्कीर्णैक ज्ञायकभावस्वभावस्य तस्य तत्प्रतिषेधात् ।
(અસ્થિરપણું) હોવાથી [ खलु ] ખરેખર [ कांक्षितम् एव वेद्यते न ] વાંછિત વેદાતું નથી; [ तेन ]
માટે [ विद्वान् किञ्चन कांक्षति न ] જ્ઞાની કાંઈ પણ વાંછતો નથી; [ सर्वतः अपि अतिविरक्तिम् उपैति ] સર્વ પ્રત્યે અતિ વિરક્તપણાને (વૈરાગ્યભાવને) પામે છે.
ભાવાર્થઃ — અનુભવગોચર જે વેદ્ય-વેદક વિભાવો તેમને કાળભેદ છે, તેમનો મેળાપ નથી (કારણ કે તેઓ કર્મના નિમિત્તે થતા હોવાથી અસ્થિર છે); માટે જ્ઞાની આગામી કાળ સંબંધી વાંછા શા માટે કરે? ૧૪૭.
એ રીતે જ્ઞાનીને સર્વ ઉપભોગો પ્રત્યે વૈરાગ્ય છે એમ હવે કહે છેઃ —
ગાથાર્થઃ — [ बन्धोपभोगनिमित्तेषु ] બંધ અને ઉપભોગનાં નિમિત્ત એવા [ संसारदेह- विषयेषु ] સંસારસંબંધી અને દેહસંબંધી [ अध्यवसानोदयेषु ] અધ્યવસાનના ઉદયોમાં [ ज्ञानिनः ] જ્ઞાનીને [ रागः ] રાગ [ न एव उत्पद्यते ] ઊપજતો જ નથી.
ટીકાઃ — આ લોકમાં જે અધ્યવસાનના ઉદયો છે તેઓ કેટલાક તો સંસારસંબંધી છે અને કેટલાક શરીરસંબંધી છે. તેમાં, જેટલા સંસારસંબંધી છે તેટલા બંધનનાં નિમિત્ત છે અને જેટલા શરીરસંબંધી છે તેટલા ઉપભોગનાં નિમિત્ત છે. જેટલા બંધનનાં નિમિત્ત છે તેટલા તો રાગદ્વેષમોહાદિક છે અને જેટલા ઉપભોગનાં નિમિત્ત છે તેટલા સુખદુઃખાદિક છે. આ બધાયમાં