Samaysar (Gujarati). Kalash: 148-149.

< Previous Page   Next Page >


Page 340 of 642
PDF/HTML Page 371 of 673

 

background image
જ્ઞાનીને રાગ નથી; કારણ કે તેઓ બધાય નાના દ્રવ્યોના સ્વભાવ હોવાથી, ટંકોત્કીર્ણ એક
જ્ઞાયકભાવ જેનો સ્વભાવ છે એવા જ્ઞાનીને તેમનો નિષેધ છે.
ભાવાર્થઃજે અધ્યવસાનના ઉદયો સંસાર સંબંધી છે અને બંધનનાં નિમિત્ત છે તેઓ
તો રાગ, દ્વેષ, મોહ ઇત્યાદિ છે તથા જે અધ્યવસાનના ઉદયો દેહ સંબંધી છે અને ઉપભોગનાં
નિમિત્ત છે તેઓ સુખ, દુઃખ ઇત્યાદિ છે. તે બધાય (અધ્યવસાનના ઉદયો), નાના દ્રવ્યોના
(અર્થાત્
પુદ્ગલદ્રવ્ય અને જીવદ્રવ્ય કે જેઓ સંયોગરૂપે છે તેમના) સ્વભાવ છે; જ્ઞાનીનો તો
એક જ્ઞાયકસ્વભાવ છે. માટે જ્ઞાનીને તેમનો નિષેધ છે; તેથી જ્ઞાનીને તેમના પ્રત્યે રાગપ્રીતિ
નથી. પરદ્રવ્ય, પરભાવ સંસારમાં ભ્રમણનાં કારણ છે; તેમના પ્રત્યે પ્રીતિ કરે તો જ્ઞાની શાનો?
હવે આ અર્થના કળશરૂપે તથા આગળના કથનની સૂચનારૂપે શ્લોક કહે છેઃ
શ્લોકાર્થઃ[ इह अकषायितवस्त्रे ] જેમ લોધર, ફટકડી વગેરેથી જે કષાયિત કરવામાં
ન આવ્યું હોય એવા વસ્ત્રમાં [ रङ्गयुक्तिः ] રંગનો સંયોગ, [ अस्वीकृता ] વસ્ત્ર વડે અંગીકાર નહિ
કરાયો થકો, [ बहिः एव हि लुठति ] બહાર જ લોટે છેઅંદર પ્રવેશ કરતો નથી, [ ज्ञानिनः
रागरसरिक्ततया कर्म परिग्रहभावं न हि एति ] તેમ જ્ઞાની રાગરૂપી રસથી રહિત હોવાથી તેને કર્મ
પરિગ્રહપણાને ધારતું નથી.
ભાવાર્થઃજેમ લોધર, ફટકડી વગેરે લગાડ્યા વિના વસ્ત્ર પર રંગ ચડતો નથી તેમ
રાગભાવ વિના જ્ઞાનીને કર્મના ઉદયનો ભોગ પરિગ્રહપણાને પામતો નથી. ૧૪૮.
ફરી કહે છે કેઃ
શ્લોકાર્થઃ[ यतः ] કારણ કે [ ज्ञानवान् ] જ્ઞાની [ स्वरसतः अपि ] નિજ રસથી જ
(स्वागता)
ज्ञानिनो न हि परिग्रहभावं
कर्म रागरसरिक्त तयैति
रङ्गयुक्ति रकषायितवस्त्रे-
ऽस्वीकृतैव हि बहिर्लुठतीह
।।१४८।।
(स्वागता)
ज्ञानवान् स्वरसतोऽपि यतः स्यात्
सर्वरागरसवर्जनशीलः
लिप्यते सकलकर्मभिरेषः
कर्ममध्यपतितोऽपि ततो न
।।१४९।।
૩૪૦
સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-