કહાનજૈનશાસ્ત્રમાળા ]
यथा खलु कनकं कर्दममध्यगतमपि कर्दमेन न लिप्यते, तदलेपस्वभावत्वात्; तथा किल [ सर्वरागरसवर्जनशीलः ] સર્વ રાગરસના ત્યાગરૂપ સ્વભાવવાળો [ स्यात् ] છે [ ततः ] તેથી [ एषः ] તે [ कर्ममध्यपतितः अपि ] કર્મ મધ્યે પડ્યો હોવા છતાં પણ [ सकलकर्मभिः ] સર્વ કર્મોથી [ न लिप्यते ] લેપાતો નથી. ૧૪૯.
હવે આ જ અર્થનું વ્યાખ્યાન ગાથામાં કરે છેઃ —
ગાથાર્થઃ — [ ज्ञानी ] જ્ઞાની [ सर्वद्रव्येषु ] કે જે સર્વ દ્રવ્યો પ્રત્યે [ रागप्रहायकः ] રાગ છોડનારો છે તે [ कर्ममध्यगतः ] કર્મ મધ્યે રહેલો હોય [ तु ] તોપણ [ रजसा ] કર્મરૂપી રજથી [ नो लिप्यते ] લેપાતો નથી — [ यथा ] જેમ [ कनकम् ] સોનું [ कर्दममध्ये ] કાદવ મધ્યે રહેલું હોય તોપણ લેપાતું નથી તેમ. [ पुनः ] અને [ अज्ञानी ] અજ્ઞાની [ सर्वद्रव्येषु ] કે જે સર્વ દ્રવ્યો પ્રત્યે [ रक्तः ] રાગી છે તે [ कर्ममध्यगतः ] કર્મ મધ્યે રહ્યો થકો [ कर्मरजसा ] કર્મરજથી [ लिप्यते तु ] લેપાય છે — [ यथा ] જેમ [ लोहम् ] લોખંડ [ कर्दममध्ये ] કાદવ મધ્યે રહ્યું થકું લેપાય છે (અર્થાત્ તેને કાટ લાગે છે) તેમ.
ટીકાઃ — જેમ ખરેખર સુવર્ણ કાદવ મધ્યે પડ્યું હોય તોપણ કાદવથી લેપાતું નથી