(અર્થાત્ તેને કાટ લાગતો નથી) કારણ કે તે કાદવથી અલિપ્ત રહેવાના સ્વભાવવાળું છે, તેવી
રીતે ખરેખર જ્ઞાની કર્મ મધ્યે રહ્યો હોય તોપણ કર્મથી લેપાતો નથી કારણ કે સર્વ પરદ્રવ્ય
પ્રત્યે કરવામાં આવતો જે રાગ તેના ત્યાગરૂપ સ્વભાવપણું હોવાથી જ્ઞાની કર્મથી અલિપ્ત
રહેવાના સ્વભાવવાળો છે. જેમ લોખંડ કાદવ મધ્યે પડ્યુ થકું કાદવથી લેપાય છે (અર્થાત્
તેને કાટ લાગે છે) કારણ કે તે કાદવથી લેપાવાના સ્વભાવવાળું છે, તેવી રીતે ખરેખર અજ્ઞાની
કર્મ મધ્યે રહ્યો થકો કર્મથી લેપાય છે કારણ કે સર્વ પરદ્રવ્ય પ્રત્યે કરવામાં આવતો જે રાગ
તેના ગ્રહણરૂપ સ્વભાવપણું હોવાથી અજ્ઞાની કર્મથી લેપાવાના સ્વભાવવાળો છે.
ભાવાર્થઃ — જેમ કાદવમાં પડેલા સુવર્ણને કાટ લાગતો નથી અને લોખંડને કાટ લાગે
છે, તેમ કર્મ મધ્યે રહેલો જ્ઞાની કર્મથી બંધાતો નથી અને અજ્ઞાની કર્મથી બંધાય છે. આ
જ્ઞાન-અજ્ઞાનનો મહિમા છે.
હવે આ અર્થનું અને આગળના કથનની સૂચનાનું કળશરૂપ કાવ્ય કહે છેઃ —
શ્લોકાર્થઃ — [ इह ] આ લોકમાં [ यस्य याद्रक् यः हि स्वभावः ताद्रक् तस्य वशतः अस्ति ]
જે વસ્તુનો જેવો સ્વભાવ હોય છે તેનો તેવો સ્વભાવ તે વસ્તુના પોતાના વશથી જ (અર્થાત્
પોતાને આધીન જ) હોય છે. [ एषः ] એવો વસ્તુનો જે સ્વભાવ તે, [ परैः ] પરવસ્તુઓ વડે
[ कथञ्चन अपि हि ] કોઈ પણ રીતે [ अन्याद्रशः ] બીજા જેવો [ कर्तुं न शक्यते ] કરી શકાતો
નથી. [ हि ] માટે [ सन्ततं ज्ञानं भवत् ] જે નિરંતર જ્ઞાનપણે પરિણમે છે તે [ कदाचन अपि
अज्ञानं न भवेत् ] કદી પણ અજ્ઞાન થતું નથી; [ ज्ञानिन् ] તેથી હે જ્ઞાની! [ भुंक्ष्व ] તું
(કર્મોદયજનિત) ઉપભોગને ભોગવ, [ इह ] આ જગતમાં [ पर-अपराध-जनितः बन्धः तव नास्ति ]
પરના અપરાધથી ઊપજતો બંધ તને નથી (અર્થાત્ પરના અપરાધથી તને બંધ થતો નથી).
ભાવાર્થઃ — વસ્તુનો સ્વભાવ વસ્તુને પોતાને આધીન જ છે. માટે જે આત્મા પોતે
ज्ञानी कर्ममध्यगतोऽपि कर्मणा न लिप्यते, सर्वपरद्रव्यकृतरागत्यागशीलत्वे सति तदलेप-
स्वभावत्वात् । यथा लोहं कर्दममध्यगतं सत्कर्दमेन लिप्यते, तल्लेपस्वभावत्वात्; तथा किलाज्ञानी
कर्ममध्यगतः सन् कर्मणा लिप्यते, सर्वपरद्रव्यकृतरागोपादानशीलत्वे सति तल्लेपस्वभावत्वात् ।
(शार्दूलविक्रीडित)
याद्रक् ताद्रगिहास्ति तस्य वशतो यस्य स्वभावो हि यः
कर्तुं नैष कथञ्चनापि हि परैरन्याद्रशः शक्यते ।
अज्ञानं न कदाचनापि हि भवेज्ज्ञानं भवत्सन्ततं
ज्ञानिन् भुंक्ष्व परापराधजनितो नास्तीह बन्धस्तव ।।१५०।।
૩૪૨
સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-