જ્ઞાનરૂપે પરિણમે છે તેને પરદ્રવ્ય અજ્ઞાનરૂપે કદી પરિણમાવી શકે નહિ. આમ હોવાથી અહીં
જ્ઞાનીને કહ્યું છે કે — તને પરના અપરાધથી બંધ થતો નથી તેથી તું ઉપભોગને ભોગવ.
ઉપભોગ ભોગવવાથી મને બંધ થશે એવી શંકા ન કર. જો એવી શંકા કરીશ તો ‘પરદ્રવ્ય
વડે આત્માનું બૂરું થાય છે’ એવું માનવાનો પ્રસંગ આવે છે. આ રીતે અહીં જીવને પરદ્રવ્યથી
પોતાનું બૂરું થતું માનવાની શંકા મટાડી છે; ભોગ ભોગવવાની પ્રેરણા કરી સ્વચ્છંદી કર્યો છે
એમ ન સમજવું. સ્વેચ્છાચારી થવું તે તો અજ્ઞાનભાવ છે એમ આગળ કહેશે. ૧૫૦.
હવે આ જ અર્થને દ્રષ્ટાંતથી દ્રઢ કરે છેઃ —
જ્યમ શંખ વિવિધ સચિત્ત, મિશ્ર, અચિત્ત દ્રવ્યો ભોગવે,
પણ શંખના શુક્લત્વને નહિ કૃષ્ણ કોઈ કરી શકે; ૨૨૦.
ત્યમ જ્ઞાની વિવિધ સચિત્ત, મિશ્ર, અચિત્ત દ્રવ્યો ભોગવે,
પણ જ્ઞાન જ્ઞાની તણું નહીં અજ્ઞાન કોઈ કરી શકે. ૨૨૧.
જ્યારે સ્વયં તે શંખ શ્વેતસ્વભાવ નિજનો છોડીને
પામે સ્વયં કૃષ્ણત્વ, ત્યારે છોડતો શુક્લત્વને; ૨૨૨.
ત્યમ જ્ઞાની પણ જ્યારે સ્વયં નિજ છોડી જ્ઞાનસ્વભાવને
અજ્ઞાનભાવે પરિણમે, અજ્ઞાનતા ત્યારે લહે. ૨૨૩.
भुंजंतस्स वि विविहे सच्चित्ताचित्तमिस्सिए दव्वे ।
संखस्स सेदभावो ण वि सक्कदि किण्हगो कादुं ।।२२०।।
तह णाणिस्स वि विविहे सच्चित्ताचित्तमिस्सिए दव्वे ।
भुंजंतस्स वि णाणं ण सक्कमण्णाणदं णेदुं ।।२२१।।
जइया स एव संखो सेदसहावं तयं पजहिदूण ।
गच्छेज्ज किण्हभावं तइया सुक्कत्तणं पजहे ।।२२२।।
तह णाणी वि हु जइया णाणसहावं तयं पजहिदूण ।
अण्णाणेण परिणदो तइया अण्णाणदं गच्छे ।।२२३।।
કહાનજૈનશાસ્ત્રમાળા ]
નિર્જરા અધિકાર
૩૪૩