Samaysar (Gujarati).

< Previous Page   Next Page >


Page 344 of 642
PDF/HTML Page 375 of 673

 

૩૪૪

સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
भुञ्जानस्यापि विविधानि सचित्ताचित्तमिश्रितानि द्रव्याणि
शंखस्य श्वेतभावो नापि शक्यते कृष्णकः कर्तुम् ।।२२०।।
तथा ज्ञानिनोऽपि विविधानि सचित्ताचित्तमिश्रितानि द्रव्याणि
भुञ्जानस्यापि ज्ञानं न शक्यमज्ञानतां नेतुम् ।।२२१।।
यदा स एव शंखः श्वेतस्वभावं तकं प्रहाय
गच्छेत् कृष्णभावं तदा शुक्लत्वं प्रजह्यात् ।।२२२।।
तथा ज्ञान्यपि खलु यदा ज्ञानस्वभावं तकं प्रहाय
अज्ञानेन परिणतस्तदा अज्ञानतां गच्छेत् ।।२२३।।

यथा खलु शंखस्य परद्रव्यमुपभुञ्जानस्यापि न परेण श्वेतभावः कृष्णः कर्तुं शक्येत, परस्य परभावत्वनिमित्तत्वानुपपत्तेः, तथा किल ज्ञानिनः परद्रव्यमुपभुञ्जानस्यापि न परेण ज्ञानमज्ञानं कर्तुं शक्येत, परस्य परभावत्वनिमित्तत्वानुपपत्तेः ततो ज्ञानिनः परापराधनिमित्तो

ગાથાર્થઃ[ शंखस्य ] જેમ શંખ [ विविधानि ] અનેક પ્રકારનાં [ सचित्ताचित्तमिश्रितानि ] સચિત્ત, અચિત્ત અને મિશ્ર [ द्रव्याणि ] દ્રવ્યોને [ भुञ्जानस्य अपि ] ભોગવે છેખાય છે તોપણ [ श्वेतभावः ] તેનું શ્વેતપણું [ कृष्णकः कर्तुं न अपि शक्यते ] (કોઈથી) કૃષ્ણ કરી શકાતું નથી, [ तथा ] તેમ [ ज्ञानिनः अपि ] જ્ઞાની પણ [ विविधानि ] અનેક પ્રકારનાં [ सचित्ताचित्तमिश्रितानि ] સચિત્ત, અચિત્ત અને મિશ્ર [ द्रव्याणि ] દ્રવ્યોને [ भुञ्जानस्य अपि ] ભોગવે તોપણ [ ज्ञानं ] તેનું જ્ઞાન [ अज्ञानतां नेतुम् न शक्यम् ] (કોઈથી) અજ્ઞાન કરી શકાતું નથી.

[ यदा ] જ્યારે [ सः एव शंखः ] તે જ શંખ (પોતે) [ तकं श्वेतस्वभावं ] તે શ્વેત સ્વભાવને [ प्रहाय ] છોડીને [ कृष्णभावं गच्छेत् ] કૃષ્ણભાવને પામે (અર્થાત્ કૃષ્ણભાવે પરિણમે) [ तदा ] ત્યારે [ शुक्लत्वं प्रजह्यात् ] શ્વેતપણાને છોડે (અર્થાત્ કાળો બને), [ तथा ] તેવી રીતે [ खलु ] ખરેખર [ ज्ञानी अपि ] જ્ઞાની પણ (પોતે) [ यदा ] જ્યારે [ तकं ज्ञानस्वभावं ] તે જ્ઞાનસ્વભાવને [ प्रहाय ] છોડીને [ अज्ञानेन ] અજ્ઞાનરૂપે [ परिणतः ] પરિણમે [ तदा ] ત્યારે [ अज्ञानतां ] અજ્ઞાનપણાને [ गच्छेत् ] પામે.

ટીકાઃજેમ શંખ પરદ્રવ્યને ભોગવેખાય તોપણ તેનું શ્વેતપણું પર વડે કૃષ્ણ કરી શકાતું નથી કારણ કે પર અર્થાત્ પરદ્રવ્ય કોઈ દ્રવ્યને પરભાવસ્વરૂપ કરવાનું નિમિત્ત (અર્થાત્ કારણ) બની શકતું નથી, તેવી રીતે જ્ઞાની પરદ્રવ્યને ભોગવે તોપણ તેનું જ્ઞાન પર વડે અજ્ઞાન કરી શકાતું નથી કારણ કે પર અર્થાત્ પરદ્રવ્ય કોઈ દ્રવ્યને પરભાવસ્વરૂપ કરવાનું નિમિત્ત