કહાનજૈનશાસ્ત્રમાળા ]
नास्ति बन्धः । यथा च यदा स एव शंखः परद्रव्यमुपभुञ्जानोऽनुपभुञ्जानो वा श्वेतभावं प्रहाय स्वयमेव कृष्णभावेन परिणमते तदास्य श्वेतभावः स्वयंकृतः कृष्णभावः स्यात्, तथा यदा स एव ज्ञानी परद्रव्यमुपभुञ्जानोऽनुपभुञ्जानो वा ज्ञानं प्रहाय स्वयमेवाज्ञानेन परिणमते तदास्य ज्ञानं स्वयंकृतमज्ञानं स्यात् । ततो ज्ञानिनो यदि (बन्धः) स्वापराधनिमित्तो बन्धः ।
भुंक्षे हन्त न जातु मे यदि परं दुर्भुक्त एवासि भोः ।
ज्ञानं सन्वस बन्धमेष्यपरथा स्वस्यापराधाद्ध्रुवम् ।।१५१।।
બની શકતું નથી. માટે જ્ઞાનીને પરના અપરાધના નિમિત્તે બંધ થતો નથી.
વળી જ્યારે તે જ શંખ, પરદ્રવ્યને ભોગવતો અથવા નહિ ભોગવતો થકો, શ્વેતભાવને છોડીને સ્વયમેવ કૃષ્ણભાવે પરિણમે ત્યારે તેનો શ્વેતભાવ સ્વયંકૃત કૃષ્ણભાવ થાય (અર્થાત્ પોતાથી જ કરવામાં આવેલા કૃષ્ણભાવરૂપ થાય), તેવી રીતે જ્યારે તે જ જ્ઞાની, પરદ્રવ્યને ભોગવતો અથવા નહિ ભોગવતો થકો, જ્ઞાનને છોડીને સ્વયમેવ અજ્ઞાનરૂપે પરિણમે ત્યારે તેનું જ્ઞાન સ્વયંકૃત અજ્ઞાન થાય. માટે જ્ઞાનીને જો (બંધ) થાય તો પોતાના જ અપરાધના નિમિત્તે (અર્થાત્ પોતે જ અજ્ઞાનપણે પરિણમે ત્યારે) બંધ થાય છે.
ભાવાર્થઃ — જેમ શંખ કે જે શ્વેત છે તે પરના ભક્ષણથી કાળો થતો નથી પરંતુ જ્યારે પોતે જ કાલિમારૂપે પરિણમે ત્યારે કાળો થાય છે, તેવી રીતે જ્ઞાની પરના ઉપભોગથી અજ્ઞાની થતો નથી પરંતુ જ્યારે પોતે જ અજ્ઞાનરૂપે પરિણમે ત્યારે અજ્ઞાની થાય છે અને ત્યારે બંધ કરે છે.
હવે આનું કળશરૂપ કાવ્ય કહે છેઃ —
શ્લોકાર્થઃ — [ ज्ञानिन् ] હે જ્ઞાની, [ जातु किञ्चित् कर्म कर्तुम् उचितं न ] તારે કદી કાંઈ પણ કર્મ કરવું યોગ્ય નથી [ तथापि ] તોપણ [ यदि उच्यते ] જો તું એમ કહે છે કે ‘[ परं मे जातु न, भुंक्षे ] પરદ્રવ્ય મારું તો કદી નથી અને હું તેને ભોગવું છું’, [ भोः दुर्भुक्तः एव असि ] તો તને કહેવામાં આવે છે (અર્થાત્ અમે કહીએ છીએ) કે હે ભાઈ, તું ખોટી ( – ખરાબ) રીતે જ ભોગવનાર છે; [ हन्त ] જે તારું નથી તેને તું ભોગવે છે એ મહા ખેદ છે! [ यदि उपभोगतः बन्धः न स्यात् ] જો તું કહે કે ‘પરદ્રવ્યના ઉપભોગથી બંધ થતો નથી એમ સિદ્ધાંતમાં