કહ્યું છે માટે ભોગવું છું’, [ तत् किं ते कामचारः अस्ति ] તો શું તને ભોગવવાની ઇચ્છા છે?
[ ज्ञानं सन् वस ] જ્ઞાનરૂપ થઈને વસ ( – શુદ્ધ સ્વરૂપમાં નિવાસ કર), [ अपरथा ] નહિ તો
(અર્થાત્ જો ભોગવવાની ઇચ્છા કરીશ — અજ્ઞાનરૂપે પરિણમીશ તો) [ ध्रुवम् स्वस्य अपराधात्
बन्धम् एषि ] તું ચોક્કસ પોતાના અપરાધથી બંધને પામીશ.
ભાવાર્થઃ — જ્ઞાનીને કર્મ તો કરવું જ ઉચિત નથી. જો પરદ્રવ્ય જાણીને પણ તેને
ભોગવે તો એ યોગ્ય નથી. પરદ્રવ્યના ભોગવનારને તો જગતમાં ચોર કહેવામાં આવે છે,
અન્યાયી કહેવામાં આવે છે. વળી ઉપભોગથી બંધ કહ્યો નથી તે તો, જ્ઞાની ઇચ્છા વિના પરની
બળજોરીથી ઉદયમાં આવેલાને ભોગવે ત્યાં તેને બંધ કહ્યો નથી. જો પોતે ઇચ્છાથી ભોગવે
તો તો પોતે અપરાધી થયો, ત્યાં બંધ કેમ ન થાય? ૧૫૧.
હવે આગળની ગાથાની સૂચનારૂપે કાવ્ય કહે છેઃ —
શ્લોકાર્થઃ — [ यत् किल कर्म एव कर्तारं स्वफलेन बलात् नो योजयेत् ] કર્મ જ તેના
કર્તાને પોતાના ફળ સાથે બળજોરીથી જોડતું નથી (કે તું મારા ફળને ભોગવ), [ फललिप्सुः
एव हि कुर्वाणः कर्मणः यत् फलं प्राप्नोति ] *ફળની ઇચ્છાવાળો જ કર્મ કરતો થકો કર્મના ફળને
પામે છે; [ ज्ञानं सन् ] માટે જ્ઞાનરૂપે રહેતો અને [ तद्-अपास्त-रागरचनः ] જેણે કર્મ પ્રત્યે રાગની
રચના દૂર કરી છે એવો [ मुनिः ] મુનિ, [ तत्-फल-परित्याग-एक-शीलः ] કર્મના ફળના
પરિત્યાગરૂપ જ જેનો એક સ્વભાવ છે એવો હોવાથી, [ कर्म कुर्वाणः अपि हि ] કર્મ કરતો
છતો પણ [ कर्मणा नो बध्यते ] કર્મથી બંધાતો નથી.
ભાવાર્થઃ — કર્મ તો કર્તાને જબરદસ્તીથી પોતાના ફળ સાથે જોડતું નથી પરંતુ જે
કર્મને કરતો થકો તેના ફળની ઇચ્છા કરે તે જ તેનું ફળ પામે છે. માટે જે જ્ઞાનરૂપે વર્તે
છે અને રાગ વિના કર્મ કરે છે એવો મુનિ કર્મથી બંધાતો નથી કારણ કે તેને કર્મના ફળની
ઇચ્છા નથી. ૧૫૨.
(शार्दूलविक्रीडित)
कर्तारं स्वफलेन यत्किल बलात्कर्मैव नो योजयेत्
कुर्वाणः फललिप्सुरेव हि फलं प्राप्नोति यत्कर्मणः ।
ज्ञानं संस्तदपास्तरागरचनो नो बध्यते कर्मणा
कुर्वाणोऽपि हि कर्म तत्फलपरित्यागैकशीलो मुनिः ।।१५२।।
* કર્મનું ફળ એટલે (૧) રંજિત પરિણામ, અથવા તો (૨) સુખ ( – રંજિત પરિણામ) ઉત્પન્ન કરનારા
આગામી ભોગો.
૩૪૬
સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-