હવે આ અર્થને દ્રષ્ટાંતથી દ્રઢ કરે છેઃ —
જ્યમ જગતમાં કો પુરુષ વૃત્તિનિમિત્ત સેવે ભૂપને,
તો ભૂપ પણ સુખજનક વિધવિધ ભોગ આપે પુરુષને; ૨૨૪.
ત્યમ જીવપુરુષ પણ કર્મરજનું સુખઅરથ સેવન કરે,
તો કર્મ પણ સુખજનક વિધવિધ ભોગ આપે જીવને. ૨૨૫.
વળી તે જ નર જ્યમ વૃત્તિ અર્થે ભૂપને સેવે નહીં,
તો ભૂપ પણ સુખજનક વિધવિધ ભોગને આપે નહીં; ૨૨૬.
સુદ્રષ્ટિને ત્યમ વિષય અર્થે કર્મરજસેવન નથી,
તો કર્મ પણ સુખજનક વિધવિધ ભોગને દેતાં નથી. ૨૨૭.
ગાથાર્થઃ — [ यथा ] જેમ [ इह ] આ જગતમાં [ कः अपि पुरुषः ] કોઈ પુરુષ
[ वृत्तिनिमित्तं तु ] આજીવિકા અર્થે [ राजानम् ] રાજાને [ सेवते ] સેવે છે [ तद् ] તો [ सः राजा
अपि ] તે રાજા પણ તેને [ सुखोत्पादकान् ] સુખ ઉત્પન્ન કરનારા [ विविधान् ] અનેક પ્રકારના
पुरिसो जह को वि इहं वित्तिणिमित्तं तु सेवदे रायं ।
तो सो वि देदि राया विविहे भोगे सुहुप्पाए ।।२२४।।
एमेव जीवपुरिसो कम्मरयं सेवदे सुहणिमित्तं ।
तो सो वि देदि कम्मो विविहे भोगे सुहुप्पाए ।।२२५।।
जह पुण सो च्चिय पुरिसो वित्तिणिमित्तं ण सेवदे रायं ।
तो सो ण देदि राया विविहे भोगे सुहुप्पाए ।।२२६।।
एमेव सम्मदिट्ठी विसयत्थं सेवदे ण कम्मरयं ।
तो सो ण देदि कम्मो विविहे भोगे सुहुप्पाए ।।२२७।।
पुरुषो यथा कोऽपीह वृत्तिनिमित्तं तु सेवते राजानम् ।
तत्सोऽपि ददाति राजा विविधान् भोगान् सुखोत्पादकान् ।।२२४।।
एवमेव जीवपुरुषः कर्मरजः सेवते सुखनिमित्तम् ।
तत्तदपि ददाति कर्म विविधान् भोगान् सुखोत्पादकान् ।।२२५।।
કહાનજૈનશાસ્ત્રમાળા ]
નિર્જરા અધિકાર
૩૪૭