કહાનજૈનશાસ્ત્રમાળા ]
किंत्वस्यापि कुतोऽपि किञ्चिदपि तत्कर्मावशेनापतेत् ।
ज्ञानी किं कुरुतेऽथ किं न कुरुते कर्मेति जानाति कः ।।१५३।।
બીજો આશય આ પ્રમાણે છેઃ — અજ્ઞાની સુખ ( – રાગાદિપરિણામ) ઉત્પન્ન કરનારા આગામી ભોગોની અભિલાષાથી વ્રત, તપ વગેરે શુભ કર્મ કરે છે તેથી તે કર્મ તેને રાગાદિ- પરિણામ ઉત્પન્ન કરનારા આગામી ભોગો આપે છે. જ્ઞાનીની બાબતમાં આથી વિપરીત સમજવું.
આ રીતે અજ્ઞાની ફળની વાંછાથી કર્મ કરે છે તેથી તે ફળને પામે છે અને જ્ઞાની ફળની વાંછા વિના કર્મ કરે છે તેથી તે ફળને પામતો નથી.
હવે, ‘‘જેને ફળની વાંછા નથી તે કર્મ શા માટે કરે?’’ એવી આશંકા દૂર કરવાને કાવ્ય કહે છેઃ —
શ્લોકાર્થઃ — [ येन फलं त्यक्तं सः कर्म कुरुते इति वयं न प्रतीमः ] જેણે કર્મનું ફળ છોડ્યું છે તે કર્મ કરે એમ તો અમે પ્રતીતિ કરી શકતા નથી. [ किन्तु ] પરંતુ ત્યાં એટલું વિશેષ છે કે — [ अस्य अपि कुतः अपि किंचित् अपि तत् कर्म अवशेन आपतेत् ] તેને (જ્ઞાનીને) પણ કોઈ કારણે કાંઈક એવું કર્મ અવશપણે ( – તેના વશ વિના) આવી પડે છે. [ तस्मिन् आपतिते तु ] તે આવી પડતાં પણ, [ अकम्प-परम-ज्ञानस्वभावे स्थितः ज्ञानी ] જે અકંપ પરમજ્ઞાનસ્વભાવમાં સ્થિત છે એવો જ્ઞાની [ कर्म ] કર્મ [ किं कुरुते अथ किं न कुरुते ] કરે છે કે નથી કરતો [ इति कः जानाति ] તે કોણ જાણે?
ભાવાર્થઃ — જ્ઞાનીને પરવશે કર્મ આવી પડે છે તોપણ જ્ઞાની જ્ઞાનથી ચલાયમાન થતો નથી. માટે જ્ઞાનથી અચલાયમાન તે જ્ઞાની કર્મ કરે છે કે નથી કરતો તે કોણ જાણે? જ્ઞાનીની વાત જ્ઞાની જ જાણે. જ્ઞાનીના પરિણામ જાણવાનું સામર્થ્ય અજ્ઞાનીનું નથી.
અવિરત સમ્યગ્દ્રષ્ટિથી માંડીને ઉપરના બધાય જ્ઞાની જ સમજવા. તેમાં, અવિરત સમ્યગ્દ્રષ્ટિ, દેશવિરત સમ્યગ્દ્રષ્ટિ અને આહારવિહાર કરતા મુનિઓને બાહ્યક્રિયાકર્મ પ્રવર્તે છે, તોપણ જ્ઞાનસ્વભાવથી અચલિત હોવાને લીધે નિશ્ચયથી તેઓ બાહ્યક્રિયાકર્મના કર્તા નથી, જ્ઞાનના જ કર્તા છે. અંતરંગ મિથ્યાત્વના અભાવથી તથા યથાસંભવ કષાયના અભાવથી તેમના પરિણામ ઉજ્જ્વળ છે. તે ઉજ્જ્વળતાને તેઓ જ ( – જ્ઞાનીઓ જ – ) જાણે છે, મિથ્યાદ્રષ્ટિઓ તે