Samaysar (Gujarati). Kalash: 154 Gatha: 228.

< Previous Page   Next Page >


Page 350 of 642
PDF/HTML Page 381 of 673

 

૩૫૦

સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
(शार्दूलविक्रीडित)
सम्यग्द्रष्टय एव साहसमिदं कर्तुं क्षमन्ते परं
यद्वज्रेऽपि पतत्यमी भयचलत्त्रैलोक्यमुक्ताध्वनि
सर्वामेव निसर्गनिर्भयतया शङ्कां विहाय स्वयं
जानन्तः स्वमवध्यबोधवपुषं बोधाच्च्यवन्ते न हि
।।१५४।।
सम्माद्दिट्ठी जीवा णिस्संका होंति णिब्भया तेण
सत्तभयविप्पमुक्का जम्हा तम्हा दु णिस्संका ।।२२८।।

ઉજ્જ્વળતાને જાણતા નથી. મિથ્યાદ્રષ્ટિ તો બહિરાત્મા છે, બહારથી જ ભલું બૂરું માને છે; અંતરાત્માની ગતિ બહિરાત્મા શું જાણે? ૧૫૩.

હવે, આ જ અર્થના સમર્થનરૂપે અને આગળની ગાથાની સૂચનારૂપે કાવ્ય કહે છેઃ

શ્લોકાર્થઃ[ यत् भय-चलत्-त्रैलोक्य-मुक्त-अध्वनि वज्रे पतति अपि ] જેના ભયથી ચલાયમાન થતાખળભળી જતાત્રણે લોક પોતાનો માર્ગ છોડી દે છે એવો વજ્રપાત થવા છતાં, [ अमी ] આ સમ્યગ્દ્રષ્ટિ જીવો, [ निसर्ग-निर्भयतया ] સ્વભાવથી જ નિર્ભય હોવાને લીધે, [ सर्वाम् एव शङ्कां विहाय ] સમસ્ત શંકા છોડીને, [ स्वयं स्वम् अवध्य-बोध-वपुषं जानन्तः ] પોતે પોતાને (અર્થાત્ આત્માને) જેનું જ્ઞાનરૂપી શરીર અવધ્ય (અર્થાત્ કોઈથી હણી શકાય નહિ એવું) છે એવો જાણતા થકા, [ बोधात् च्यवन्ते न हि ] જ્ઞાનથી ચ્યુત થતા નથી. [ इदं परं साहसम् सम्यग्द्रष्टयः एव क र्तुं क्षमन्ते ] આવું પરમ સાહસ કરવાને માત્ર સમ્યગ્દ્રષ્ટિઓ જ સમર્થ છે.

ભાવાર્થઃસમ્યગ્દ્રષ્ટિ નિઃશંકિતગુણ સહિત હોય છે તેથી ગમે તેવા શુભાશુભ કર્મના ઉદય વખતે પણ તેઓ જ્ઞાનરૂપે જ પરિણમે છે. જેના ભયથી ત્રણ લોકના જીવો કંપી ઊઠે છેખળભળી જાય છે અને પોતાનો માર્ગ છોડી દે છે એવો વજ્રપાત થવા છતાં સમ્યગ્દ્રષ્ટિ જીવ પોતાના સ્વરૂપને જ્ઞાનશરીરવાળું માનતો થકો જ્ઞાનથી ચલાયમાન થતો નથી. તેને એમ શંકા નથી થતી કે આ વજ્રપાતથી મારો નાશ થઈ જશે; પર્યાયનો વિનાશ થાય તો ઠીક જ છે કારણ કે તેનો તો વિનાશિક સ્વભાવ જ છે. ૧૫૪.

હવે આ અર્થને ગાથા દ્વારા કહે છેઃ

સમ્યક્ત્વવંત જીવો નિઃશંકિત, તેથી છે નિર્ભય અને
છે સપ્તભયપ્રવિમુક્ત જેથી, તેથી તે નિઃશંક છે. ૨૨૮.