(मन्दाक्रान्ता)
टङ्कोत्कीर्णस्वरसनिचितज्ञानसर्वस्वभाजः ०
सम्यग्दृष्टेर्यदिह सकलं घ्नन्ति लक्ष्माणि कर्म ।
तत्तस्यास्मिन्पुनरपि मनाक्कर्मणो नास्ति बन्धः
पूर्वोपात्तं तदनुभवतो निश्चितं निर्ज̄रैव ।।१६१।।
जो चत्तारि वि पाए छिंददि ते कम्मबंधमोहकरे ।
सो णिस्संको चेदा सम्मादिट्ठी मुणेदव्वो ।।२२९।।
સ્વામી થઈને કર્તા થતો નથી, જ્ઞાતા જ રહે છે. માટે જ્ઞાનીને ભય નથી. ૧૬૦.
હવે આગળની (સમ્યગ્દ્રષ્ટિના નિઃશંકિત આદિ ચિહ્નો વિષેની) ગાથાઓની સૂચનારૂપે
કાવ્ય કહે છેઃ —
શ્લોકાર્થઃ — [टङ्कोत्कीर्ण-स्वरस-निचित-ज्ञान-सर्वस्व-भाजः सम्यग्दृष्टेः] ટંકોત્કીર્ણ એવું જે
નિજ રસથી ભરપૂર જ્ઞાન તેના સર્વસ્વને ભોગવનાર સમ્યગ્દ્રષ્ટિને [यद् इह लक्ष्माणि] જે નિઃશંકિત
આદિ ચિહ્નો છે તે [सकलं कर्म] સમસ્ત કર્મને [घ्नन्ति] હણે છે; [तत्] માટે, [अस्मिन्] કર્મનો
ઉદય વર્તતાં છતાં, [तस्य] સમ્યગ્દ્રષ્ટિને [पुनः] ફરીને [कर्मणः बन्धः] કર્મનો બંધ [मनाक् अपि]
જરા પણ [नास्ति] થતો નથી, [पूर्वोपात्तं] પરંતુ જે કર્મ પૂર્વે બંધાયું હતું [तद्-अनुभवतः] તેના
ઉદયને ભોગવતાં તેને [निश्चितं] નિયમથી [निर्जरा एव] તે કર્મની નિર્જરા જ થાય છે.
ભાવાર્થઃ — સમ્યગ્દ્રષ્ટિ પૂર્વે બંધાયેલી ભય આદિ પ્રકૃતિઓના ઉદયને ભોગવે છે
તોપણ ૧નિઃશંકિત આદિ ગુણો વર્તતા હોવાથી તેને ૨શંકાદિકૃત (શંકાદિના નિમિત્તે થતો) બંધ
થતો નથી પરંતુ પૂર્વકર્મની નિર્જરા જ થાય છે. ૧૬૧.
હવે આ કથનને ગાથાઓ દ્વારા કહે છે, તેમાં પ્રથમ નિઃશંકિત અંગની (અથવા
નિઃશંકિત ગુણની – ચિહ્નની) ગાથા કહે છેઃ —
જે કર્મબંધનમોહકર્તા પાદ ચારે છેદતો,
ચિન્મૂર્તિ તે શંકારહિત સમકિતદ્રષ્ટિ જાણવો. ૨૨૯.
૧. નિઃશંકિત = સંદેહ અથવા ભય રહિત
૨. શંકા = સંદેહ; કલ્પિત ભય.
૩૫૬
સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-