કહાનજૈનશાસ્ત્રમાળા ]
यावत्तावदिदं सदैव हि भवेन्नात्र द्वितीयोदयः ।
निश्शङ्कः सततं स्वयं स सहजं ज्ञानं सदा विन्दति ।।१६०।।
તો નિઃશંક વર્તતો થકો પોતાના જ્ઞાનસ્વરૂપને નિરંતર અનુભવે છે. ૧૫૯.
શ્લોકાર્થઃ — [एतत् स्वतः सिद्धं ज्ञानम् किल एकं] આ સ્વતઃસિદ્ધ જ્ઞાન એક છે, [अनादि] અનાદિ છે, [अनन्तम्] અનંત છે, [अचलं] અચળ છે. [इदं यावत् तावत् सदा एव हि भवेत्] તે જ્યાં સુધી છે ત્યાં સુધી સદાય તે જ છે, [अत्र द्वितीयोदयः न] તેમાં બીજાનો ઉદય નથી. [तत्] માટે [अत्र आकस्मिकम् किञ्चन न भवेत्] આ જ્ઞાનમાં આકસ્મિક (અણધાર્યું, એકાએક) કાંઈ પણ થતું નથી. [ज्ञानिनः तद्-भीः कुतः] આવું જાણતા જ્ઞાનીને અકસ્માતનો ભય ક્યાંથી હોય? [सः स्वयं सततं निश्शङ्कः सहजं ज्ञानं सदा विन्दति] તે તો પોતે નિરંતર નિઃશંક વર્તતો થકો સહજ જ્ઞાનને સદા અનુભવે છે.
ભાવાર્થઃ — ‘કાંઈ અણધાર્યું અનિષ્ટ એકાએક ઉત્પન્ન થશે તો?’ એવો ભય રહે તે આકસ્મિકભય છે. જ્ઞાની જાણે છે કે — આત્માનું જ્ઞાન પોતાથી જ સિદ્ધ, અનાદિ, અનંત, અચળ, એક છે. તેમાં બીજું કાંઈ ઉત્પન્ન થઈ શકતું નથી; માટે તેમાં અણધાર્યું કાંઈ પણ ક્યાંથી થાય અર્થાત્ અકસ્માત ક્યાંથી બને? આવું જાણતા જ્ઞાનીને અકસ્માતનો ભય હોતો નથી, તે તો નિઃશંક વર્તતો થકો પોતાના જ્ઞાનભાવને નિરંતર અનુભવે છે.
આ રીતે જ્ઞાનીને સાત ભય હોતા નથી. પ્રશ્નઃ — અવિરતસમ્યગ્દ્રષ્ટિ આદિને પણ જ્ઞાની કહ્યા છે અને તેમને તો ભયપ્રકૃતિનો ઉદય હોય છે તથા તેના નિમિત્તે તેમને ભય થતો પણ જોવામાં આવે છે; તો પછી જ્ઞાની નિર્ભય કઈ રીતે છે?
સમાધાનઃ — ભયપ્રકૃતિના ઉદયના નિમિત્તથી જ્ઞાનીને ભય ઊપજે છે. વળી અંતરાયના પ્રબળ ઉદયથી નિર્બળ હોવાને લીધે તે ભયની પીડા નહિ સહી શકવાથી જ્ઞાની તે ભયનો ઇલાજ પણ કરે છે. પરંતુ તેને એવો ભય હોતો નથી કે જેથી જીવ સ્વરૂપનાં જ્ઞાનશ્રદ્ધાનથી ચ્યુત થાય. વળી જે ભય ઊપજે છે તે મોહકર્મની ભય નામની પ્રકૃતિનો દોષ છે; તેનો પોતે