(शार्दूलविक्रीडित)
प्राणोच्छेदमुदाहरन्ति मरणं प्राणाः किलास्यात्मनो
ज्ञानं तत्स्वयमेव शाश्वततया नोच्छिद्यते जातुचित् ।
तस्यातो मरणं न किञ्चन भवेत्तद्भीः कुतो ज्ञानिनो
निश्शङ्क सततं स्वयं स सहजं ज्ञानं सदा विन्दति ।।१५९।।
સ્વરૂપ છે; (તેથી જ્ઞાન આત્માની પરમ ગુપ્તિ છે.) [अतः अस्य न काचन अगुप्तिः भवेत्] માટે
આત્માનું જરા પણ અગુપ્તપણું નહિ હોવાથી [ज्ञानिनः तद्-भीः कुतः] જ્ઞાનીને અગુપ્તિનો ભય
ક્યાંથી હોય? [सः स्वयं सततं निश्शंकः सहजं ज्ञानं सदा विन्दति] તે તો પોતે નિરંતર નિઃશંક
વર્તતો થકો સહજ જ્ઞાનને સદા અનુભવે છે.
ભાવાર્થઃ — ‘ગુપ્તિ’ એટલે જેમાં કોઈ ચોર વગેરે પ્રવેશ ન કરી શકે એવો કિલ્લો,
ભોંયરું વગેરે; તેમાં પ્રાણી નિર્ભયપણે વસી શકે છે. એવો ગુપ્ત પ્રદેશ ન હોય પણ ખુલ્લો પ્રદેશ
હોય તો તેમાં રહેનાર પ્રાણીને અગુપ્તપણાને લીધે ભય રહે છે. જ્ઞાની જાણે છે કે — વસ્તુના
નિજ સ્વરૂપમાં કોઈ બીજું પ્રવેશ કરી શકતું નથી માટે વસ્તુનું સ્વરૂપ જ વસ્તુની પરમ ગુપ્તિ
અર્થાત્ અભેદ્ય કિલ્લો છે. પુરુષનું અર્થાત્ આત્માનું સ્વરૂપ જ્ઞાન છે; તે જ્ઞાનસ્વરૂપમાં રહેલો
આત્મા ગુપ્ત છે કારણ કે જ્ઞાનસ્વરૂપમાં બીજું કોઈ પ્રવેશી શકતું નથી. આવું જાણતા જ્ઞાનીને
અગુપ્તપણાનો ભય ક્યાંથી હોય? તે તો નિઃશંક વર્તતો થકો પોતાના સ્વાભાવિક જ્ઞાનસ્વરૂપને
નિરંતર અનુભવે છે. ૧૫૮.
હવે મરણભયનું કાવ્ય કહે છેઃ —
શ્લોકાર્થઃ — [प्राणोच्छेदम् मरणं उदाहरन्ति] પ્રાણોના નાશને (લોકો) મરણ કહે છે. [अस्य
आत्मनः प्राणाः किल ज्ञानं] આ આત્માના પ્રાણ તો નિશ્ચયથી જ્ઞાન છે. [तत् स्वयमेव शाश्वततया
जातुचित् न उच्छिद्यते] તે (જ્ઞાન) સ્વયમેવ શાશ્વત હોવાથી તેનો કદાપિ નાશ થતો નથી; [अतः
तस्य मरणं किञ्चन न भवेत्] માટે આત્માનું મરણ બિલકુલ થતું નથી. [ज्ञानिनः तद्-भीः कुतः]
તેથી (આવું જાણતા) જ્ઞાનીને મરણનો ભય ક્યાંથી હોય? [सः स्वयं सततं निश्शङ्कः सहजं ज्ञानं
सदा विन्दति] તે તો પોતે નિરંતર નિઃશંક વર્તતો થકો સહજ જ્ઞાનને સદા અનુભવે છે.
ભાવાર્થઃ — ઇંદ્રિયાદિ પ્રાણો નાશ પામે તેને લોકો મરણ કહે છે. પરંતુ આત્માને
પરમાર્થે ઇંદ્રિયાદિ પ્રાણ નથી, તેને તો જ્ઞાન પ્રાણ છે. જ્ઞાન અવિનાશી છે — તેનો નાશ થતો
નથી; તેથી આત્માને મરણ નથી. જ્ઞાની આમ જાણતો હોવાથી તેને મરણનો ભય નથી; તે
૩૫૪
સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-