કહાનજૈનશાસ્ત્રમાળા ]
र्ज्ञानं सत्स्वयमेव तत्किल ततस्त्रातं किमस्यापरैः ।
निश्शङ्कः सततं स्वयं स सहजं ज्ञानं सदा विन्दति ।।१५७।।
च्छक्त : कोऽपि परः प्रवेष्टुमकृतं ज्ञानं स्वरूपं च नुः ।
निश्शङ्कः सततं स्वयं स सहजं ज्ञानं सदा विन्दति ।।१५८।।
શ્લોકાર્થઃ — [यत् सत् तत् नाशं न उपैति इति वस्तुस्थितिः नियतं व्यक्ता] જે સત્ છે તે નાશ પામતું નથી એવી વસ્તુસ્થિતિ નિયતપણે પ્રગટ છે. [तत् ज्ञानं किल स्वयमेव सत् ] આ જ્ઞાન પણ સ્વયમેવ સત્ (અર્થાત્ સત્સ્વરૂપ વસ્તુ) છે (માટે નાશ પામતું નથી), [ततः अपरैः अस्य त्रातं किं] તેથી વળી પર વડે તેનું રક્ષણ શું? [अतः अस्य किञ्चन अत्राणं न भवेत् ] આ રીતે (જ્ઞાન પોતાથી જ રક્ષિત હોવાથી) તેનું જરા પણ અરક્ષણ થઈ શકતું નથી [ज्ञानिनः तद्-भी कुतः] માટે (આવું જાણતા) જ્ઞાનીને અરક્ષાનો ભય ક્યાંથી હોય? [सः स्वयं सततं निश्शंकः सहजं ज्ञानं सदा विन्दति] તે તો પોતે નિરંતર નિઃશંક વર્તતો થકો સહજ જ્ઞાનને સદા અનુભવે છે.
ભાવાર્થઃ — સત્તાસ્વરૂપ વસ્તુનો કદી નાશ થતો નથી. જ્ઞાન પણ પોતે સત્તાસ્વરૂપ વસ્તુ છે; તેથી તે એવું નથી કે જેની બીજાઓ વડે રક્ષા કરવામાં આવે તો રહે, નહિ તો નષ્ટ થઈ જાય. જ્ઞાની આમ જાણતો હોવાથી તેને અરક્ષાનો ભય નથી; તે તો નિઃશંક વર્તતો થકો પોતે પોતાના સ્વાભાવિક જ્ઞાનને સદા અનુભવે છે. ૧૫૭.
હવે અગુપ્તિભયનું કાવ્ય કહે છેઃ —
શ્લોકાર્થઃ — [किल स्वं रूपं वस्तुनः परमा गुप्तिः अस्ति] ખરેખર વસ્તુનું સ્વ-રૂપ જ (અર્થાત્ નિજ રૂપ જ) વસ્તુની પરમ ‘ગુપ્તિ’ છે [यत् स्वरूपे कः अपि परः प्रवेष्टुम् न शक्त :] કારણ કે સ્વરૂપમાં કોઈ બીજું પ્રવેશ કરી શકતું નથી; [च] અને [अकृतं ज्ञानं नुः स्वरूपं] અકૃત જ્ઞાન ( – જે કોઈથી કરવામાં આવ્યું નથી એવું સ્વાભાવિક જ્ઞાન – ) પુરુષનું અર્થાત્ આત્માનું