ભય ક્યાંથી હોય? [ सः स्वयं सततं निश्शङ्कः सहजं ज्ञानं सदा विन्दति ] તે તો પોતે નિરંતર
નિઃશંક વર્તતો થકો સહજ જ્ઞાનને (પોતાના જ્ઞાનસ્વભાવને) સદા અનુભવે છે.
ભાવાર્થઃ — ‘આ ભવમાં જીવન પર્યંત અનુકૂળ સામગ્રી રહેશે કે નહિ?’ એવી ચિંતા
રહે તે આ લોકનો ભય છે. ‘પરભવમાં મારું શું થશે?’ એવી ચિંતા રહે તે પરલોકનો ભય
છે. જ્ઞાની જાણે છે કે — આ ચૈતન્ય જ મારો એક, નિત્ય લોક છે કે જે સર્વ કાળે પ્રગટ
છે. આ સિવાયનો બીજો કોઈ લોક મારો નથી. આ મારો ચૈતન્યસ્વરૂપ લોક તો કોઈથી
બગાડ્યો બગડતો નથી. આવું જાણતા જ્ઞાનીને આ લોકનો કે પરલોકનો ભય ક્યાંથી હોય?
કદી ન હોય. તે તો પોતાને સ્વાભાવિક જ્ઞાનરૂપ જ અનુભવે છે. ૧૫૫.
હવે વેદનાભયનું કાવ્ય કહે છેઃ —
શ્લોકાર્થઃ — [ निर्भेद-उदित-वेद्य-वेदक -बलात् ] અભેદસ્વરૂપ વર્તતા વેદ્ય-વેદકના બળથી
(અર્થાત્ વેદ્ય અને વેદક અભેદ જ હોય છે એવી વસ્તુસ્થિતિના બળથી) [ यद् एकं अचलं
ज्ञानं स्वयं अनाकु लैः सदा वेद्यते ] એક અચળ જ્ઞાન જ સ્વયં નિરાકુળ પુરુષો વડે ( – જ્ઞાનીઓ
વડે) સદા વેદાય છે, [ एषा एका एव हि वेदना ] તે આ એક જ વેદના (જ્ઞાનવેદન)
જ્ઞાનીઓને છે. (આત્મા વેદનાર છે અને જ્ઞાન વેદાવાયોગ્ય છે.) [ ज्ञानिनः अन्या आगत-वेदना
एव हि न एव भवेत् ] જ્ઞાનીને બીજી કોઈ આવેલી ( – પુદ્ગલથી થયેલી) વેદના હોતી
જ નથી, [ तद्-भीः कु तः ] તેથી તેને વેદનાનો ભય ક્યાંથી હોય? [ सः स्वयं सततं
निश्शङ्कः सहजं ज्ञानं सदा विन्दति ] તે તો પોતે નિરંતર નિઃશંક વર્તતો થકો સહજ જ્ઞાનને
સદા અનુભવે છે.
ભાવાર્થઃ — સુખદુઃખને ભોગવવું તે વેદના છે. જ્ઞાનીને પોતાના એક જ્ઞાનમાત્ર
સ્વરૂપનો જ ભોગવટો છે. તે પુદ્ગલથી થયેલી વેદનાને વેદના જ જાણતો નથી. માટે જ્ઞાનીને
વેદનાભય નથી. તે તો સદા નિર્ભય વર્તતો થકો જ્ઞાનને અનુભવે છે. ૧૫૬.
(शार्दूलविक्रीडित)
एषैकैव हि वेदना यदचलं ज्ञानं स्वयं वेद्यते
निर्भेदोदितवेद्यवेदकबलादेकं सदानाकुलैः ।
नैवान्यागतवेदनैव हि भवेत्तद्भीः कुतो ज्ञानिनो
निश्शङ्कः सततं स्वयं स सहजं ज्ञानं सदा विन्दति ।।१५६।।
૩૫૨
સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-