Samaysar (Gujarati). Gatha: 231.

< Previous Page   Next Page >


Page 358 of 642
PDF/HTML Page 389 of 673

 

૩૫૮

સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-

यतो हि सम्यग्दृष्टिः टङ्कोत्कीर्णैकज्ञायकभावमयत्वेन सर्वेष्वपि कर्मफलेषु सर्वेषु वस्तुधर्मेषु च कांक्षाभावान्निष्कांक्षः, ततोऽस्य कांक्षाकृतो नास्ति बन्धः, किन्तु निर्जर्रैव

जो ण करेदि दुगुंछं चेदा सव्वेसिमेव धम्माणं
सो खलु णिव्विदिगिच्छो सम्मादिट्ठी मुणेदव्वो ।।२३१।।
यो न करोति जुगुप्सां चेतयिता सर्वेषामेव धर्माणाम्
स खलु निर्विचिकित्सः सम्यग्दृष्टिर्ज्ञातव्यः ।।२३१।।

यतो हि सम्यग्दृष्टिः टङ्कोत्कीर्णैकज्ञायकभावमयत्वेन सर्वेष्वपि वस्तुधर्मेषु जुगुप्सा- [सर्वधर्मेषु] સર્વ ધર્મો પ્રત્યે [कांक्षां] કાંક્ષા [न तु करोति] કરતો નથી [सः] તે [निष्कांक्षः सम्यग्दृष्टिः] નિષ્કાંક્ષ સમ્યગ્દ્રષ્ટિ [ज्ञातव्यः] જાણવો.

ટીકાઃકારણ કે સમ્યગ્દ્રષ્ટિ, ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવમયપણાને લીધે બધાંય કર્મ- ફળો પ્રત્યે તથા બધા વસ્તુધર્મો પ્રત્યે કાંક્ષાનો (તેને) અભાવ હોવાથી, નિષ્કાંક્ષ (નિર્વાંછક) છે, તેથી તેને કાંક્ષાકૃત બંધ નથી પરંતુ નિર્જરા જ છે.

ભાવાર્થઃસમ્યગ્દ્રષ્ટિને સમસ્ત કર્મનાં ફળોની વાંછા નથી; વળી તેને સર્વ ધર્મોની વાંછા નથી, એટલે કે કનકપણું, પાષાણપણું વગેરે તેમ જ નિંદા, પ્રશંસા આદિનાં વચન વગેરે વસ્તુધર્મોની અર્થાત્ પુદ્ગલસ્વભાવોની તેને વાંછા નથીતેમના પ્રત્યે સમભાવ છે, અથવા તો અન્યમતીઓએ માનેલા અનેક પ્રકારના સર્વથા એકાંતપક્ષી વ્યવહારધર્મોની તેને વાંછા નથી તે ધર્મોનો આદર નથી. આ રીતે સમ્યગ્દ્રષ્ટિ વાંછારહિત હોવાથી તેને વાંછાથી થતો બંધ નથી. વર્તમાન પીડા સહી શકાતી નથી તેથી તેને મટાડવાના ઇલાજની વાંછા સમ્યગ્દ્રષ્ટિને ચારિત્રમોહના ઉદયને લીધે હોય છે, પરંતુ તે વાંછાનો કર્તા પોતે થતો નથી, કર્મનો ઉદય જાણી તેનો જ્ઞાતા જ રહે છે; માટે વાંછાકૃત બંધ તેને નથી.

હવે નિર્વિચિકિત્સા ગુણની ગાથા કહે છેઃ

સૌ કોઈ ધર્મ વિષે જુગુપ્સાભાવ જે નહિ ધારતો,
ચિન્મૂર્તિ નિર્વિચિકિત્સ સમકિતદ્રષ્ટિ નિશ્ચય જાણવો. ૨૩૧.

ગાથાર્થઃ[यः चेतयिता] જે ચેતયિતા [सर्वेषाम् एव] બધાય [धर्माणाम्] ધર્મો (વસ્તુના સ્વભાવો) પ્રત્યે [जुगुप्सां] જુગુપ્સા (ગ્લાનિ) [न करोति] કરતો નથી [सः] તે [खलु] નિશ્ચયથી [निर्विचिकित्सः] નિર્વિચિકિત્સ (વિચિકિત્સાદોષ રહિત) [सम्यग्दृष्टिः] સમ્યગ્દ્રષ્ટિ [ज्ञातव्यः] જાણવો.