કહાનજૈનશાસ્ત્રમાળા ]
भावान्निर्विचिकित्सः, ततोऽस्य विचिकित्साकृतो नास्ति बन्धः, किन्तु निर्जर्रैव ।
यतो हि सम्यग्द्रष्टिः टङ्कोत्कीर्णैकज्ञायकभावमयत्वेन सर्वेष्वपि भावेषु मोहाभावादमूढद्रष्टिः, ततोऽस्य मूढद्रष्टिकृतो नास्ति बन्धः, किन्तु निर्जर्रैव ।
ટીકાઃ — કારણ કે સમ્યગ્દ્રષ્ટિ, ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવમયપણાને લીધે બધાય વસ્તુ- ધર્મો પ્રત્યે જુગુપ્સાનો (તેને) અભાવ હોવાથી, નિર્વિચિકિત્સ ( – જુગુપ્સા રહિત) છે, તેથી તેને વિચિકિત્સાકૃત બંધ નથી પરંતુ નિર્જરા જ છે.
ભાવાર્થઃ — સમ્યગ્દ્રષ્ટિ વસ્તુના ધર્મો પ્રત્યે (અર્થાત્ ક્ષુધા, તૃષા, શીત, ઉષ્ણ આદિ ભાવો પ્રત્યે તથા વિષ્ટા આદિ મલિન દ્રવ્યો પ્રત્યે) જુગુપ્સા કરતો નથી. જુગુપ્સા નામની કર્મપ્રકૃતિનો ઉદય આવે છે તોપણ પોતે તેનો કર્તા થતો નથી તેથી જુગુપ્સાકૃત બંધ તેને થતો નથી, પરંતુ પ્રકૃતિ રસ દઈને ખરી જાય છે તેથી નિર્જરા જ થાય છે.
હવે અમૂઢદ્રષ્ટિ અંગની ગાથા કહે છેઃ —
ગાથાર્થઃ — [यः चेतयिता] જે ચેતયિતા [सर्वभावेषु] સર્વ ભાવોમાં [असम्मूढः] અમૂઢ છે — [सद्दृष्टिः] યથાર્થ દ્રષ્ટિવાળો [भवति] છે, [सः] તે [खलु] ખરેખર [अमूढद्रष्टिः] અમૂઢદ્રષ્ટિ [सम्यग्द्रष्टिः] સમ્યગ્દ્રષ્ટિ [ज्ञातव्यः] જાણવો.
ટીકાઃ — કારણ કે સમ્યગ્દ્રષ્ટિ, ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવમયપણાને લીધે બધાય ભાવોમાં મોહનો (તેને) અભાવ હોવાથી, અમૂઢદ્રષ્ટિ છે, તેથી તેને મૂઢદ્રષ્ટિકૃત બંધ નથી પરંતુ નિર્જરા જ છે.
ભાવાર્થઃ — સમ્યગ્દ્રષ્ટિ સર્વ પદાર્થોના સ્વરૂપને યથાર્થ જાણે છે; તેને રાગદ્વેષમોહનો અભાવ હોવાથી તેની કોઈ પદાર્થ પર અયથાર્થ દ્રષ્ટિ પડતી નથી. ચારિત્રમોહના ઉદયથી ઇષ્ટાનિષ્ટ