૩૬૦
यतो हि सम्यग्द्रष्टिः टङ्कोत्कीर्णैकज्ञायकभावमयत्वेन समस्तात्मशक्तीनामुपबृंहणादुप-
बृंहकः, ततोऽस्य जीवशक्तिदौर्बल्यकृतो नास्ति बन्धः, किन्तु निर्जर्रैव ।
ભાવો ઊપજે તોપણ તેને ઉદયનું બળવાનપણું જાણીને તે ભાવોનો પોતે કર્તા થતો નથી તેથી તેને મૂઢદ્રષ્ટિકૃત બંધ થતો નથી પરંતુ પ્રકૃતિ રસ દઈને ખરી જતી હોવાથી નિર્જરા જ થાય છે.
હવે ઉપગૂહન ગુણની ગાથા કહે છેઃ —
ગાથાર્થઃ — [यः] જે (ચેતયિતા) [सिद्धभक्ति युक्त :] સિદ્ધની (શુદ્ધાત્માની) ભક્તિ સહિત છે [तु] અને [सर्वधर्माणाम् उपगूहनकः] પર વસ્તુના સર્વ ધર્મોને ગોપવનાર છે (અર્થાત્ રાગાદિ પરભાવોમાં જોડાતો નથી) [सः] તે [उपगूहनकारी] ઉપગૂહનકારી [सम्यग्द्रष्टिः] સમ્યગ્દ્રષ્ટિ [ज्ञातव्यः] જાણવો.
ટીકાઃ — કારણ કે સમ્યગ્દ્રષ્ટિ, ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવમયપણાને લીધે સમસ્ત આત્મશક્તિઓની વૃદ્ધિ કરતો હોવાથી, ઉપબૃંહક અર્થાત્ આત્મશક્તિનો વધારનાર છે, તેથી તેને જીવની શક્તિની દુર્બળતાથી (અર્થાત્ મંદતાથી) થતો બંધ નથી પરંતુ નિર્જરા જ છે.
ભાવાર્થઃ — સમ્યગ્દ્રષ્ટિ ઉપગૂહનગુણ સહિત છે. ઉપગૂહન એટલે ગોપવવું તે. અહીં નિશ્ચયનયને પ્રધાન કરીને કહ્યું છે કે સમ્યગ્દ્રષ્ટિએ પોતાનો ઉપયોગ સિદ્ધભક્તિમાં જોડેલો છે, અને જ્યાં ઉપયોગ સિદ્ધભક્તિમાં જોડ્યો ત્યાં અન્ય ધર્મો પર દ્રષ્ટિ જ ન રહી તેથી તે સર્વ અન્ય ધર્મોનો ગોપવનાર છે અને આત્મશક્તિનો વધારનાર છે.
આ ગુણનું બીજું નામ ‘ઉપબૃંહણ’ પણ છે. ઉપબૃંહણ એટલે વધારવું તે. સમ્યગ્દ્રષ્ટિએ પોતાનો ઉપયોગ સિદ્ધના સ્વરૂપમાં જોડેલો હોવાથી તેના આત્માની સર્વ શક્તિઓ વધે છે — આત્મા પુષ્ટ થાય છે માટે તે ઉપબૃંહણગુણવાળો છે.
આ રીતે સમ્યગ્દ્રષ્ટિને આત્મશક્તિની વૃદ્ધિ થતી હોવાથી તેને દુર્બળતાથી જે બંધ થતો