હતો તે થતો નથી, નિર્જરા જ થાય છે. જોકે જ્યાં સુધી અંતરાયનો ઉદય છે ત્યાં સુધી
નિર્બળતા છે તોપણ તેના અભિપ્રાયમાં નિર્બળતા નથી, પોતાની શક્તિ અનુસાર કર્મના ઉદયને
જીતવાનો મહાન ઉદ્યમ વર્તે છે.
હવે સ્થિતિકરણ ગુણની ગાથા કહે છેઃ —
ઉન્માર્ગગમને સ્વાત્મને પણ માર્ગમાં જે સ્થાપતો,
ચિન્મૂર્તિ તે સ્થિતિકરણયુત સમકિતદ્રષ્ટિ જાણવો. ૨૩૪.
ગાથાર્થઃ — [यः चेतयिता] જે ચેતયિતા [उन्मार्गं गच्छन्तं] ઉન્માર્ગે જતા
[स्वकम् अपि] પોતાના આત્માને પણ [मार्गे] માર્ગમાં [स्थापयति] સ્થાપે છે, [सः] તે
[स्थितिकरणयुक्त :] સ્થિતિકરણયુક્ત (સ્થિતિકરણગુણ સહિત) [सम्यग्द्रष्टिः] સમ્યગ્દ્રષ્ટિ [ज्ञातव्यः]
જાણવો.
ટીકાઃ — કારણ કે સમ્યગ્દ્રષ્ટિ, ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવમયપણાને લીધે, જો પોતાનો
આત્મા માર્ગથી (અર્થાત્ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ મોક્ષમાર્ગથી) ચ્યુત થાય તો તેને માર્ગમાં
જ સ્થિત કરતો હોવાથી, સ્થિતિકારી છે, તેથી તેને માર્ગથી ચ્યુત થવાના કારણે થતો બંધ નથી
પરંતુ નિર્જરા જ છે.
ભાવાર્થઃ — જે, પોતાના સ્વરૂપરૂપી મોક્ષમાર્ગથી ચ્યુત થતા પોતાના આત્માને
માર્ગમાં (મોક્ષમાર્ગમાં) સ્થિત કરે તે સ્થિતિકરણગુણયુક્ત છે. તેને માર્ગથી ચ્યુત થવાના
કારણે થતો બંધ નથી પરંતુ ઉદય આવેલાં કર્મ રસ દઈને ખરી જતાં હોવાથી નિર્જરા
જ છે.
उम्मग्गं गच्छंतं सगं पि मग्गे ठवेदि जो चेदा ।
सो ठिदिकरणाजुत्तो सम्मादिट्ठी मुणेदव्वो ।।२३४।।
उन्मार्गं गच्छन्तं स्वकमपि मार्गे स्थापयति यश्चेतयिता ।
स स्थितिकरणयुक्त : सम्यग्द्रष्टिर्ज्ञातव्यः ।।२३४।।
यतो हि सम्यग्द्रष्टिः टङ्कोत्कीर्णैकज्ञायकभावमयत्वेन मार्गात्प्रच्युतस्यात्मनो मार्गे एव
स्थितिकरणात् स्थितिकारी, ततोऽस्य मार्गच्यवनकृतो नास्ति बन्धः, किन्तु निर्ज̄रैव ।
કહાનજૈનશાસ્ત્રમાળા ]
નિર્જરા અધિકાર
૩૬૧
46