૩૬૨
यतो हि सम्यग्द्रष्टिः टङ्कोत्कीर्णैकज्ञायकभावमयत्वेन सम्यग्दर्शनज्ञानचारित्राणां स्व- स्मादभेदबुद्धया सम्यग्दर्शनान्मार्गवत्सलः, ततोऽस्य मार्गानुपलम्भकृतो नास्ति बन्धः, किन्तु निर्जर्रैव ।
હવે વાત્સલ્ય ગુણની ગાથા કહે છેઃ —
ગાથાર્થઃ — [यः] જે (ચેતયિતા) [मोक्षमार्गे] મોક્ષમાર્ગમાં રહેલા [त्रयाणां साधूनां] સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપી ત્રણ સાધકો — સાધનો પ્રત્યે (અથવા વ્યવહારે આચાર્ય, ઉપાધ્યાય અને મુનિ — એ ત્રણ સાધુઓ પ્રત્યે) [वत्सलत्वं करोति] વાત્સલ્ય કરે છે, [सः] તે [वत्सलभावयुतः] વત્સલભાવયુક્ત (વત્સલભાવ સહિત) [सम्यग्द्रष्टिः] સમ્યગ્દ્રષ્ટિ [ज्ञातव्यः] જાણવો.
ટીકાઃ — કારણ કે સમ્યગ્દ્રષ્ટિ, ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવમયપણાને લીધે સમ્યગ્દર્શન- જ્ઞાન-ચારિત્રને પોતાથી અભેદબુદ્ધિએ સમ્યક્પણે દેખતો ( – અનુભવતો) હોવાથી, માર્ગ- વત્સલ અર્થાત્ મોક્ષમાર્ગ પ્રત્યે અતિ પ્રીતિવાળો છે, તેથી તેને માર્ગની *અનુપલબ્ધિથી થતો બંધ નથી પરંતુ નિર્જરા જ છે.
ભાવાર્થઃ — વત્સલપણું એટલે પ્રીતિભાવ. જે જીવ મોક્ષમાર્ગરૂપી પોતાના સ્વરૂપ પ્રત્યે પ્રીતિવાળો – અનુરાગવાળો હોય તેને માર્ગની અપ્રાપ્તિથી થતો બંધ નથી, કર્મ રસ દઈને ખરી જતાં હોવાથી નિર્જરા જ છે. * અનુપલબ્ધિ = પ્રત્યક્ષ ન હોવું તે; અજ્ઞાન; અપ્રાપ્તિ.