કહાનજૈનશાસ્ત્રમાળા ]
यतो हि सम्यग्द्रष्टिः, टङ्कोत्कीर्णैकज्ञायकभावमयत्वेन ज्ञानस्य समस्तशक्ति प्रबोधेन प्रभावजननात्प्रभावनाकरः, ततोऽस्य ज्ञानप्रभावनाऽप्रकर्षकृतो नास्ति बन्धः, किन्तु निर्जर्रैव ।
હવે પ્રભાવના ગુણની ગાથા કહે છેઃ —
ગાથાર્થઃ — [यः चेतयिता] જે ચેતયિતા [विद्यारथम् आरूढः] વિદ્યારૂપી રથમાં આરૂઢ થયો થકો ( – ચડ્યો થકો) [मनोरथपथेषु] મનરૂપી રથ-પંથમાં (અર્થાત્ જ્ઞાનરૂપી જે રથને ચાલવાનો માર્ગ તેમાં) [भ्रमति] ભ્રમણ કરે છે, [सः] તે [जिनज्ञानप्रभावी] જિનેશ્વરના જ્ઞાનની પ્રભાવના કરનારો [सम्यग्द्रष्टिः] સમ્યગ્દ્રષ્ટિ [ज्ञातव्यः] જાણવો.
ટીકાઃ — કારણ કે સમ્યગ્દ્રષ્ટિ, ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવમયપણાને લીધે જ્ઞાનની સમસ્ત શક્તિને પ્રગટ કરવા – વિકસાવવા – ફેલાવવા વડે પ્રભાવ ઉત્પન્ન કરતો હોવાથી, પ્રભાવના કરનાર છે, તેથી તેને જ્ઞાનની પ્રભાવનાના અપ્રકર્ષથી (અર્થાત્ જ્ઞાનની પ્રભાવના નહિ વધારવાથી) થતો બંધ નથી પરંતુ નિર્જરા જ છે.
ભાવાર્થઃ — પ્રભાવના એટલે પ્રગટ કરવું, ઉદ્યોત કરવો વગેરે; માટે જે પોતાના જ્ઞાનને નિરંતર અભ્યાસથી પ્રગટ કરે છે — વધારે છે, તેને પ્રભાવના અંગ હોય છે. તેને અપ્રભાવનાકૃત કર્મબંધ નથી, કર્મ રસ દઈને ખરી જાય છે તેથી નિર્જરા જ છે.
આ ગાથામાં નિશ્ચયપ્રભાવનાનું સ્વરૂપ કહ્યું છે. જેમ જિનબિંબને રથમાં સ્થાપીને નગર, વન વગેરેમાં ફેરવી વ્યવહારપ્રભાવના કરવામાં આવે છે, તેમ જે વિદ્યારૂપી (જ્ઞાનરૂપી) રથમાં આત્માને સ્થાપી મનરૂપી (જ્ઞાનરૂપી) માર્ગમાં ભ્રમણ કરે તે જ્ઞાનની પ્રભાવનાયુક્ત સમ્યગ્દ્રષ્ટિ છે, તે નિશ્ચયપ્રભાવના કરનાર છે.
આ પ્રમાણે ઉપરની ગાથાઓમાં સમ્યગ્દ્રષ્ટિ જ્ઞાનીને નિઃશંકિત આદિ આઠ