अथ प्रविशति बन्धः ।
(शार्दूलविक्रीडित)
रागोद्गारमहारसेन सक लं कृत्वा प्रमत्तं जगत्
क्रीडन्तं रसभावनिर्भरमहानाटयेन बन्धं धुनत् ।
आनन्दामृतनित्यभोजि सहजावस्थां स्फु टं नाटयद्
धीरोदारमनाकुलं निरुपधि ज्ञानं समुन्मज्जति ।।१६३।।
-૭-
બંધ અધિકાર
રાગાદિકથી કર્મનો, બંધ જાણી મુનિરાય,
તજે તેહ સમભાવથી, નમું સદા તસુ પાય.
પ્રથમ ટીકાકાર કહે છે કે ‘હવે બંધ પ્રવેશ કરે છે’. જેમ નૃત્યના અખાડામાં સ્વાંગ
પ્રવેશ કરે તેમ રંગભૂમિમાં બંધતત્ત્વનો સ્વાંગ પ્રવેશ કરે છે.
ત્યાં પ્રથમ જ, સર્વ તત્ત્વોને યથાર્થ જાણનારું જે સમ્યગ્જ્ઞાન છે તે બંધને દૂર કરતું
પ્રગટ થાય છે એવા અર્થનું મંગળરૂપ કાવ્ય કહે છેઃ —
શ્લોકાર્થઃ — [राग-उद्गार-महारसेन सकलं जगत् प्रमत्तं कृत्वा] જે (બંધ) રાગના ઉદયરૂપી
મહા રસ (દારૂ) વડે સમસ્ત જગતને પ્રમત્ત ( – મતવાલું, ગાફેલ) કરીને, [रस-भाव-निर्भर-महा-
नाटयेन क्रीडन्तं बन्धं] રસના ભાવથી (અર્થાત્ રાગરૂપી ઘેલછાથી) ભરેલા મોટા નૃત્ય વડે ખેલી
(નાચી) રહ્યો છે એવા બંધને [धुनत्] ઉડાડી દેતું — દૂર કરતું, [ज्ञानं] જ્ઞાન [समुन्मज्जति] ઉદય
પામે છે. કેવું છે જ્ઞાન? [आनन्द-अमृत-नित्य-भोजि] આનંદરૂપી અમૃતનું નિત્ય ભોજન કરનારું
છે, [सहज-अवस्थां स्फु टं नाटयत्] પોતાની જાણનક્રિયારૂપ સહજ અવસ્થાને પ્રગટ નચાવી રહ્યું
છે, [धीर-उदारम्] ધીર છે, ઉદાર (અર્થાત્ મોટા વિસ્તારવાળું, નિશ્ચળ) છે, [अनाकुलं] અનાકુળ
(અર્થાત્ જેમાં કાંઈ આકુળતાનું કારણ નથી એવું) છે, [निरुपधि] નિરુપધિ (અર્થાત્ પરિગ્રહ
રહિત, જેમાં કાંઈ પરદ્રવ્ય સંબંધી ગ્રહણત્યાગ નથી એવું) છે.