Samaysar (Gujarati). Gatha: 237-241.

< Previous Page   Next Page >


Page 369 of 642
PDF/HTML Page 400 of 673

 

બંધ અધિકાર૩૬૯
जह णाम को वि पुरिसो णेहब्भत्तो दु रेणुबहुलम्मि
ठाणम्मि ठाइदूण य करेदि सत्थेहिं वायामं ।।२३७।।
छिंददि भिंददि य तहा तालीतलकयलिवंसपिंडीओ
सच्चित्ताचित्ताणं करेदि दव्वाणमुवघादं ।।२३८।।
उवघादं कुव्वंतस्स तस्स णाणाविहेहिं करणेहिं
णिच्छयदो चिंतेज्ज हु किंपच्चयगो दु रयबंधो ।।२३९।।
जो सो दु णेहभावो तम्हि णरे तेण तस्स रयबंधो
णिच्छयदो विण्णेयं ण कायचेट्ठाहिं सेसाहिं ।।२४०।।
एवं मिच्छादिट्ठी वट्टंतो बहुविहासु चिट्ठासु
रागादी उवओगे कुव्वंतो लिप्पदि रएण ।।२४१।।

ભાવાર્થઃબંધતત્ત્વે રંગભૂમિમાં પ્રવેશ કર્યો છે, તેને ઉડાવી દઈને જે જ્ઞાન પોતે પ્રગટ થઈ નૃત્ય કરશે તે જ્ઞાનનો મહિમા આ કાવ્યમાં પ્રગટ કર્યો છે. એવા અનંત જ્ઞાનસ્વરૂપ જે આત્મા તે સદા પ્રગટ રહો. ૧૬૩.

હવે બંધતત્ત્વનું સ્વરૂપ વિચારે છે; તેમાં પ્રથમ, બંધના કારણને સ્પષ્ટ રીતે કહે છેઃ

જેવી રીતે કો પુરુષ પોતે તેલનું મર્દન કરી,
વ્યાયામ કરતો શસ્ત્રથી બહુ રજભર્યા સ્થાને રહી; ૨૩૭.
વળી તાડ, કદળી, વાંસ આદિ છિન્નભિન્ન કરે અને
ઉપઘાત તેહ સચિત્ત તેમ અચિત્ત દ્રવ્ય તણો કરે. ૨૩૮.
બહુ જાતનાં કરણો વડે ઉપઘાત કરતા તેહને,
નિશ્ચય થકી ચિંતન કરો, રજબંધ થાય શું કારણે? ૨૩૯.
એમ જાણવું નિશ્ચય થકીચીકણાઈ જે તે નર વિષે
રજબંધકારણ તે જ છે, નહિ કાયચેષ્ટા શેષ જે. ૨૪૦.
ચેષ્ટા વિવિધમાં વર્તતો એ રીત મિથ્યાદ્રષ્ટિ જે,
ઉપયોગમાં રાગાદિ કરતો રજ થકી લેપાય તે. ૨૪૧.
47