Samaysar (Gujarati).

< Previous Page   Next Page >


Page 370 of 642
PDF/HTML Page 401 of 673

 

background image
ગાથાર્થઃ[यथा नाम] જેવી રીતે[कः अपि पुरुषः] કોઈ પુરુષ [स्नेहाभ्यक्तः तु]
(પોતાના પર અર્થાત્ પોતાના શરીર પર) તેલ આદિ સ્નિગ્ધ પદાર્થ લગાવીને [च] અને
[रेणुबहुले] બહુ રજવાળી (ધૂળવાળી) [स्थाने] જગ્યામાં [स्थित्वा] રહીને [शस्त्रैः] શસ્ત્રો વડે
[व्यायामम् करोति] વ્યાયામ કરે છે, [तथा] અને [तालीतलकदलीवंशपिण्डीः] તાડ, તમાલ, કેળ,
વાંસ, અશોક વગેરે વૃક્ષોને [छिनत्ति] છેદે છે, [भिनत्ति च] ભેદે છે, [सचित्ताचित्तानां] સચિત્ત
તથા અચિત્ત [द्रव्याणाम्] દ્રવ્યોનો [उपघातम्] ઉપઘાત (નાશ) [करोति] કરે છે; [नानाविधैः
करणैः] એ રીતે નાના પ્રકારનાં કરણો વડે [उपघातं कुर्वतः] ઉપઘાત કરતા [तस्य] તે પુરુષને
[रजोबन्धः तु] રજનો બંધ (ધૂળનું ચોંટવું) [खलु] ખરેખર [किम्प्रत्ययिकः] કયા કારણે થાય
છે [निश्चयतः] તે નિશ્ચયથી [चिन्त्यताम्] વિચારો. [तस्मिन् नरे] તે પુરુષમાં [यः सः स्नेहभावः
तु] જે તેલ આદિનો ચીકાશભાવ છે [तेन] તેનાથી [तस्य] તેને [रजोबन्धः] રજનો બંધ થાય
છે [निश्चयतः विज्ञेयं] એમ નિશ્ચયથી જાણવું, [शेषाभिः कायचेष्टाभिः] શેષ કાયાની ચેષ્ટાઓથી
[न] નથી થતો. [एवं] એવી રીતે[बहुविधासु चेष्टासु] બહુ પ્રકારની ચેષ્ટાઓમાં [वर्तमानः]
વર્તતો [मिथ्याद्रष्टिः] મિથ્યાદ્રષ્ટિ [उपयोगे] (પોતાના) ઉપયોગમાં [रागादीन् कुर्वाणः] રાગાદિ
ભાવોને કરતો થકો [रजसा] કર્મરૂપી રજથી [लिप्यते] લેપાયબંધાય છે.
ટીકાઃજેવી રીતેઆ જગતમાં ખરેખર કોઈ પુરુષ સ્નેહના (અર્થાત્ તેલ
૩૭૦
સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
यथा नाम कोऽपि पुरुषः स्नेहाभ्यक्तस्तु रेणुबहुले
स्थाने स्थित्वा च करोति शस्त्रैर्व्यायामम् ।।२३७।।
छिनत्ति भिनत्ति च तथा तालीतलकदलीवंशपिण्डीः
सचित्ताचित्तानां करोति द्रव्याणामुपघातम् ।।२३८।।
उपघातं कुर्वतस्तस्य नानाविधैः करणैः
निश्चयतश्चिन्त्यतां खलु किम्प्रत्ययिकस्तु रजोबन्धः ।।२३९।।
यः स तु स्नेहभावस्तस्मिन्नरे तेन तस्य रजोबन्धः
निश्चयतो विज्ञेयं न कायचेष्टाभिः शेषाभिः ।।२४०।।
एवं मिथ्याद्रष्टिर्वर्तमानो बहुविधासु चेष्टासु
रागादीनुपयोगे कुर्वाणो लिप्यते रजसा ।।२४१।।
इह खलु यथा कश्चित् पुरुषः स्नेहाभ्यक्तः, स्वभावत एव रजोबहुलायां