આદિ ચીકણા પદાર્થના) મર્દનયુક્ત થયેલો, સ્વભાવથી જ જે બહુ રજથી ભરેલી છે
(અર્થાત્ બહુ રજવાળી છે) એવી ભૂમિમાં રહેલો, શસ્ત્રોના વ્યાયામરૂપી કર્મ (અર્થાત્
શસ્ત્રોના અભ્યાસરૂપી ક્રિયા) કરતો, અનેક પ્રકારનાં કરણો વડે સચિત્ત તથા અચિત્ત
વસ્તુઓનો ઘાત કરતો, (તે ભૂમિની) રજથી બંધાય છે — લેપાય છે. (ત્યાં વિચારો કે)
તેમાંથી તે પુરુષને બંધનું કારણ કયું છે? પ્રથમ, સ્વભાવથી જ જે બહુ રજથી ભરેલી છે
એવી ભૂમિ રજબંધનું કારણ નથી; કારણ કે જો એમ હોય તો જેમણે તેલ આદિનું મર્દન
નથી કર્યું એવા પુરુષો કે જેઓ તે ભૂમિમાં રહેલા હોય તેમને પણ રજબંધનો પ્રસંગ આવે.
શસ્ત્રોના વ્યાયામરૂપી કર્મ પણ રજબંધનું કારણ નથી; કારણ કે જો એમ હોય તો જેમણે
તેલ આદિનું મર્દન નથી કર્યું તેમને પણ શસ્ત્રવ્યાયામરૂપી ક્રિયા કરવાથી રજબંધનો પ્રસંગ
આવે. અનેક પ્રકારનાં કરણો પણ રજબંધનું કારણ નથી; કારણ કે જો એમ હોય તો
જેમણે તેલ આદિનું મર્દન નથી કર્યું તેમને પણ અનેક પ્રકારનાં કરણોથી રજબંધનો પ્રસંગ
આવે. સચિત્ત તથા અચિત્ત વસ્તુઓનો ઘાત પણ રજબંધનું કારણ નથી; કારણ કે જો એમ
હોય તો જેમણે તેલ આદિનું મર્દન નથી કર્યું તેમને પણ સચિત્ત તથા અચિત્ત વસ્તુઓનો
ઘાત કરવાથી રજબંધનો પ્રસંગ આવે. માટે ન્યાયના બળથી જ આ ફલિત થયું ( – સિદ્ધ
થયું) કે, જે તે પુરુષમાં સ્નેહમર્દનકરણ (અર્થાત
્ તે પુરુષમાં જે તેલ આદિના મર્દનનું
કરવું), તે બંધનું કારણ છે. તેવી રીતે — મિથ્યાદ્રષ્ટિ પોતામાં રાગાદિક ( – રાગાદિભાવો – )
કરતો, સ્વભાવથી જ જે બહુ કર્મયોગ્ય પુદ્ગલોથી ભરેલો છે એવા લોકમાં કાય-વચન-
મનનું કર્મ (અર્થાત્ કાય-વચન-મનની ક્રિયા) કરતો, અનેક પ્રકારનાં કરણો વડે સચિત્ત તથા
અચિત્ત વસ્તુઓનો ઘાત કરતો, કર્મરૂપી રજથી બંધાય છે. (ત્યાં વિચારો કે) તેમાંથી તે
પુરુષને બંધનું કારણ કયું છે? પ્રથમ, સ્વભાવથી જ જે બહુ કર્મયોગ્ય પુદ્ગલોથી ભરેલો
કહાનજૈનશાસ્ત્રમાળા ]
બંધ અધિકાર
૩૭૧
भूमौ स्थितः, शस्त्रव्यायामकर्म कुर्वाणः, अनेकप्रकारकरणैः सचिताचित्तवस्तूनि निघ्नन्,
रजसा बध्यते । तस्य कतमो बन्धहेतुः? न तावत्स्वभावत एव रजोबहुला भूमिः,
स्नेहानभ्यक्तानामपि तत्रस्थानां तत्प्रसङ्गात् । न शस्त्रव्यायामकर्म, स्नेहानभ्यक्तानामपि तस्मात्
तत्प्रसङ्गात् । नानेकप्रकारकरणानि, स्नेहानभ्यक्तानामपि तैस्तत्प्रसङ्गात् । न सचित्ता-
चित्तवस्तूपघातः, स्नेहानभ्यक्तानामपि तस्मिंस्तत्प्रसङ्गात् । ततो न्यायबलेनैवैतदायातं, यत्तस्मिन्
पुरुषे स्नेहाभ्यङ्गकरणं स बन्धहेतुः । एवं मिथ्याद्रष्टिः आत्मनि रागादीन् कुर्वाणः, स्वभावत
एव कर्मयोग्यपुद्गलबहुले लोके कायवाङ्मनःकर्म कुर्वाणः, अनेकप्रकारकरणैः सचित्ता-
चित्तवस्तूनि निघ्नन्, कर्मरजसा बध्यते । तस्य कतमो बन्धहेतुः ? न तावत्स्वभावत एव