Samaysar (Gujarati).

< Previous Page   Next Page >


Page 375 of 642
PDF/HTML Page 406 of 673

 

background image
બહુ રજવાળી [स्थाने] જગ્યામાં [शस्त्रैः] શસ્ત્રો વડે [व्यायामम् करोति] વ્યાયામ કરે છે, [तथा]
અને [तालीतलकदलीवंशपिण्डीः] તાડ, તમાલ, કેળ, વાંસ, અશોક વગેરે વૃક્ષોને [छिनत्ति] છેદે
છે, [भिनत्ति च] ભેદે છે, [सचित्ताचित्तानां] સચિત્ત તથા અચિત્ત [द्रव्याणाम्] દ્રવ્યોનો [उपघातम्]
ઉપઘાત [करोति] કરે છે; [नानाविधैः करणैः] એ રીતે નાના પ્રકારનાં કરણો વડે [उपघातं
कुर्वतः] ઉપઘાત કરતા [तस्य] તે પુરુષને [रजोबन्धः] રજનો બંધ [खलु] ખરેખર [किम्प्रत्ययिकः]
કયા કારણે [न] નથી થતો [निश्चयतः] તે નિશ્ચયથી [चिन्त्यताम्] વિચારો. [तस्मिन् नरे] તે
પુરુષમાં [यः सः स्नेहभावः तु] જે તેલ આદિનો ચીકાશભાવ હોય [तेन] તેનાથી [तस्य] તેને
[रजोबन्धः] રજનો બંધ થાય છે [निश्चयतः विज्ञेयं] એમ નિશ્ચયથી જાણવું, [शेषाभिः
कायचेष्टाभिः] શેષ કાયાની ચેષ્ટાઓથી [न] નથી થતો. (માટે તે પુરુષમાં ચીકાશના અભાવના
કારણે જ તેને રજ ચોંટતી નથી.) [एवं] એવી રીતે[बहुविधेसु योगेषु] બહુ પ્રકારના યોગોમાં
[वर्तमानः] વર્તતો [सम्यग्द्रष्टिः] સમ્યગ્દ્રષ્ટિ [उपयोगे] ઉપયોગમાં [रागादीन् अकुर्वन्] રાગાદિકને
નહિ કરતો થકો [रजसा] કર્મરજથી [न लिप्यते] લેપાતો નથી.
ટીકાઃજેવી રીતે તે જ પુરુષ, સમસ્ત સ્નેહને (અર્થાત્ સર્વ ચીકાશનેતેલ
આદિને) દૂર કરવામાં આવતાં, તે જ સ્વભાવથી જ બહુ રજથી ભરેલી ભૂમિમાં (અર્થાત્
સ્વભાવથી જ બહુ રજથી ભરેલી તે જ ભૂમિમાં) તે જ શસ્ત્રવ્યાયામરૂપી કર્મ (ક્રિયા) કરતો,
તે જ અનેક પ્રકારનાં કરણો વડે તે જ સચિત્ત-અચિત્ત વસ્તુઓનો ઘાત કરતો, રજથી બંધાતો
લેપાતો નથી, કારણ કે તેને રજબંધનું કારણ જે તેલ આદિનું મર્દન તેનો અભાવ છે; તેવી રીતે
સમ્યગ્દ્રષ્ટિ, પોતામાં રાગાદિકને નહિ કરતો થકો, તે જ સ્વભાવથી જ બહુ કર્મયોગ્ય પુદ્ગલોથી
ભરેલા લોકમાં તે જ કાય-વચન-મનનું કર્મ (અર્થાત્
કાય-વચન-મનની ક્રિયા) કરતો, તે જ અનેક
પ્રકારનાં કરણો વડે તે જ સચિત્ત-અચિત્ત વસ્તુઓનો ઘાત કરતો, કર્મરૂપી રજથી બંધાતો નથી,
કારણ કે તેને બંધનું કારણ જે રાગનો યોગ (
રાગમાં જોડાણ) તેનો અભાવ છે.
ભાવાર્થઃસમ્યગ્દ્રષ્ટિને પૂર્વોક્ત સર્વ સંબંધો હોવા છતાં પણ રાગના સંબંધનો
કહાનજૈનશાસ્ત્રમાળા ]
બંધ અધિકાર
૩૭૫
यथा स एव पुरुषः, स्नेहे सर्वस्मिन्नपनीते सति, तस्यामेव स्वभावत एव रजोबहुलायां
भूमौ तदेव शस्त्रव्यायामकर्म कुर्वाणः, तैरेवानेकप्रकारकरणैस्तान्येव सचित्ताचित्तवस्तूनि निघ्नन्,
रजसा न बध्यते, स्नेहाभ्यङ्गस्य बन्धहेतोरभावात्; तथा सम्यग्
द्रष्टिः, आत्मनि रागादीनकुर्वाणः
सन्, तस्मिन्नेव स्वभावत एव कर्मयोग्यपुद्गलबहुले लोके तदेव कायवाङ्मनःकर्म कुर्वाणः,
तैरेवानेकप्रकारकरणैस्तान्येव सचित्ताचित्तवस्तूनि निघ्नन्, कर्मरजसा न बध्यते, रागयोगस्य
बन्धहेतोरभावात्