અભાવ હોવાથી કર્મબંધ થતો નથી. આના સમર્થનમાં પૂર્વે કહેવાઈ ગયું છે.
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ —
શ્લોકાર્થઃ — [कर्मततः लोकः सः अस्तु] માટે તે (પૂર્વોક્ત) બહુ કર્મથી (કર્મયોગ્ય
પુદ્ગલોથી) ભરેલો લોક છે તે ભલે હો, [परिस्पन्दात्मकं कर्म तत् च अस्तु] તે મન-વચન
-કાયાના ચલનસ્વરૂપ કર્મ (અર્થાત્ યોગ) છે તે પણ ભલે હો, [तानि करणानि अस्मिन्
सन्तु] તે (પૂર્વોક્ત) કરણો પણ તેને ભલે હો [च] અને [तत् चिद्-अचिद्-व्यापादनं अस्तु] તે
ચેતન-અચેતનનો ઘાત પણ ભલે હો, પરંતુ [अहो] અહો! [अयम् सम्यग्द्रग्-आत्मा] આ
સમ્યગ્દ્રષ્ટિ આત્મા, [रागादिन् उपयोगभूमिम् अनयन्] રાગાદિકને ઉપયોગભૂમિમાં નહિ લાવતો
થકો, [केवलं ज्ञानं भवन्] કેવળ (એક) જ્ઞાનરૂપે થતો – પરિણમતો થકો, [कुतः अपि बन्धम्
ध्रुवम् न एव उपैति] કોઈ પણ કારણથી બંધને ચોક્કસ નથી જ પામતો. (અહો! દેખો!
આ સમ્યગ્દર્શનનો અદ્ભુત મહિમા છે.)
ભાવાર્થઃ — અહીં સમ્યગ્દ્રષ્ટિનું અદ્ભુત માહાત્મ્ય કહ્યું છે અને લોક, યોગ,
કરણ, ચૈતન્ય-અચૈતન્યનો ઘાત — એ બંધનાં કારણ નથી એમ કહ્યું છે. આથી એમ
ન સમજવું કે પરજીવની હિંસાથી બંધ કહ્યો નથી માટે સ્વચ્છંદી થઈ હિંસા કરવી.
અહીં તો એમ આશય છે કે અબુદ્ધિપૂર્વક કદાચિત્ પરજીવનો ઘાત પણ થઈ જાય
તો તેનાથી બંધ થતો નથી. પરંતુ જ્યાં બુદ્ધિપૂર્વક જીવ મારવાના ભાવ થશે ત્યાં
તો પોતાના ઉપયોગમાં રાગાદિકનો સદ્ભાવ આવશે અને તેથી ત્યાં હિંસાથી બંધ થશે
જ. જ્યાં જીવને જિવાડવાનો અભિપ્રાય હોય ત્યાં પણ અર્થાત્ તે અભિપ્રાયને
પણ નિશ્ચયનયમાં મિથ્યાત્વ કહ્યું છે તો મારવાનો અભિપ્રાય મિથ્યાત્વ કેમ ન હોય?
હોય જ. માટે કથનને નયવિભાગથી યથાર્થ સમજી શ્રદ્ધાન કરવું. સર્વથા એકાંત માનવું
તે તો મિથ્યાત્વ છે. ૧૬૫.
૩૭૬
સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
(शार्दूलविक्रीडित)
लोकः कर्मततोऽस्तु सोऽस्तु च परिस्पन्दात्मकं कर्म तत्
तान्यस्मिन्करणानि सन्तु चिदचिद्वयापादनं चास्तु तत् ।
रागादीनुपयोगभूमिमनयन् ज्ञानं भवन्केवलं
बन्धं नैव कुतोऽप्युपैत्ययमहो सम्यग्द्रगात्मा ध्रुवम् ।।१६५।।