Samaysar (Gujarati). Kalash: 166-167.

< Previous Page   Next Page >


Page 377 of 642
PDF/HTML Page 408 of 673

 

background image
હવે ઉપરના ભાવાર્થમાં કહેલો આશય પ્રગટ કરવાને, કાવ્ય કહે છેઃ
શ્લોકાર્થઃ[तथापि] તથાપિ (અર્થાત્ લોક આદિ કારણોથી બંધ કહ્યો નથી અને
રાગાદિકથી જ બંધ કહ્યો છે તોપણ) [ज्ञानिनां निरर्गलं चरितुम् न इष्यते] જ્ઞાનીઓને નિરર્ગલ
(મર્યાદારહિત, સ્વચ્છંદપણે) પ્રવર્તવું યોગ્ય નથી કહ્યું, [सा निरर्गला व्यापृतिः किल तद्-आयतनम्
एव] કારણ કે તે નિરર્ગલ પ્રવર્તન ખરેખર બંધનું જ ઠેકાણું છે. [ज्ञानिनां अकाम-कृत-कर्म तत्
अकारणम् मतम्] જ્ઞાનીઓને વાંછા વિના કર્મ (કાર્ય) હોય છે તે બંધનું કારણ કહ્યું નથી, કેમ
કે [जानाति च करोति] જાણે પણ છે અને (કર્મને ) કરે પણ છે[द्वयं किमु न हि विरुध्यते]
એ બન્ને ક્રિયા શું વિરોધરૂપ નથી? (કરવું અને જાણવું નિશ્ચયથી વિરોધરૂપ જ છે.)
ભાવાર્થઃપહેલા કાવ્યમાં લોક આદિને બંધનાં કારણ ન કહ્યાં ત્યાં એમ ન સમજવું
કે બાહ્યવ્યવહારપ્રવૃત્તિને બંધનાં કારણોમાં સર્વથા જ નિષેધી છે; બાહ્યવ્યવહારપ્રવૃત્તિ રાગાદિ
પરિણામને
બંધના કારણનેનિમિત્તભૂત છે, તે નિમિત્તપણાનો અહીં નિષેધ ન સમજવો.
જ્ઞાનીઓને અબુદ્ધિપૂર્વકવાંછા વિનાપ્રવૃત્તિ થાય છે તેથી બંધ કહ્યો નથી, તેમને કાંઈ
સ્વચ્છંદે પ્રવર્તવાનું કહ્યું નથી; કારણ કે મર્યાદા રહિત (અંકુશ વિના) પ્રવર્તવું તે તો બંધનું
જ ઠેકાણું છે. જાણવામાં અને કરવામાં તો પરસ્પર વિરોધ છે; જ્ઞાતા રહેશે તો બંધ નહિ
થાય, કર્તા થશે તો અવશ્ય બંધ થશે. ૧૬૬.
‘‘જે જાણે છે તે કરતો નથી અને જે કરે છે તે જાણતો નથી; કરવું તે તો કર્મનો
રાગ છે, રાગ છે તે અજ્ઞાન છે અને અજ્ઞાન છે તે બંધનું કારણ છે.’’ આવા અર્થનું કાવ્ય
હવે કહે છેઃ
કહાનજૈનશાસ્ત્રમાળા ]
બંધ અધિકાર
૩૭૭
(पृथ्वी)
तथापि न निरर्गलं चरितुमिष्यते ज्ञानिनां
तदायतनमेव सा किल निरर्गला व्यापृतिः
अकामकृतकर्म तन्मतमकारणं ज्ञानिनां
द्वयं न हि विरुध्यते किमु करोति जानाति च
।।१६६।।
(वसन्ततिलका)
जानाति यः स न करोति करोति यस्तु
जानात्ययं न खलु तत्किल कर्मरागः
रागं त्वबोधमयमध्यवसायमाहु-
र्मिथ्या
द्रशः स नियतं स च बन्धहेतुः ।।१६७।।
48