૩૭૮
परजीवानहं हिनस्मि, परजीवैर्हिंस्ये चाहमित्यध्यवसायो ध्रुवमज्ञानम् । स तु यस्याास्ति सोऽज्ञानित्वान्मिथ्यादृष्टिः, यस्य तु नास्ति स ज्ञानित्वात्सम्यग्द्रष्टिः ।
શ્લોકાર્થઃ — [यः जानाति सः न करोति] જે જાણે છે તે કરતો નથી [तु] અને [यः करोति अयं खलु जानाति न] જે કરે છે તે જાણતો નથી. [तत् किल कर्मरागः] જે કરવું તે તો ખરેખર કર્મરાગ છે [तु] અને [रागं अबोधमयम् अध्यवसायम् आहुः] રાગને (મુનિઓએ) અજ્ઞાનમય અધ્યવસાય કહ્યો છે; [सः नियतं मिथ्यादृशः] તે (અજ્ઞાનમય અધ્યવસાય) નિયમથી મિથ્યાદ્રષ્ટિને હોય છે [च] અને [सः बन्धहेतुः] તે બંધનું કારણ છે. ૧૬૭.
હવે મિથ્યાદ્રષ્ટિના આશયને ગાથામાં સ્પષ્ટ રીતે કહે છેઃ —
ગાથાર્થઃ — [यः] જે [मन्यते] એમ માને છે કે [हिनस्मि च] ‘હું પર જીવોને મારું છું ( – હણું છું) [परैः सत्त्वैः हिंस्ये च] અને પર જીવો મને મારે છે’, [सः] તે [मूढः] મૂઢ ( – મોહી) છે, [अज्ञानी] અજ્ઞાની છે, [तु] અને [अतः विपरीतः] આનાથી વિપરીત (અર્થાત્ આવું નથી માનતો) તે [ज्ञानी] જ્ઞાની છે.
ટીકાઃ — ‘પર જીવોને હું હણું છું અને પર જીવો મને હણે છે’ — એવો અધ્યવસાય ધ્રુવપણે ( – નિશ્ચિતપણે, નિયમથી) અજ્ઞાન છે. તે અધ્યવસાય જેને છે તે અજ્ઞાનીપણાને લીધે મિથ્યાદ્રષ્ટિ છે; અને જેને તે અધ્યવસાય નથી તે જ્ઞાનીપણાને લીધે સમ્યગ્દ્રષ્ટિ છે.
ભાવાર્થઃ — ‘પર જીવોને હું મારું છું અને પર મને મારે છે’ એવો આશય અજ્ઞાન છે તેથી જેને એવો આશય છે તે અજ્ઞાની છે — મિથ્યાદ્રષ્ટિ છે અને જેને એવો આશય નથી તે જ્ઞાની છે — સમ્યગ્દ્રષ્ટિ છે.
નિશ્ચયનયે કર્તાનું સ્વરૂપ એ છે કે — પોતે સ્વાધીનપણે જે ભાવરૂપે પરિણમે તે