કહાનજૈનશાસ્ત્રમાળા ]
ભાવનો પોતે કર્તા કહેવાય છે. માટે પરમાર્થે કોઈ કોઈનું મરણ કરતું નથી. જે પરથી પરનું મરણ માને છે, તે અજ્ઞાની છે. નિમિત્તનૈમિત્તિકભાવથી કર્તા કહેવો તે વ્યવહારનયનું વચન છે; તેને યથાર્થ રીતે (અપેક્ષા સમજીને) માનવું તે સમ્યગ્જ્ઞાન છે.
હવે પૂછે છે કે આ અધ્યવસાય અજ્ઞાન કઈ રીતે છે? તેના ઉત્તરરૂપે ગાથા કહે છેઃ —
ગાથાર્થઃ — (હે ભાઈ! ‘હું પર જીવોને મારું છું’ એમ જે તું માને છે, તે તારું અજ્ઞાન છે.) [जीवानां] જીવોનું [मरणं] મરણ [आयुःक्षयेण] આયુકર્મના ક્ષયથી થાય છે એમ [जिनवरैः] જિનવરોએ [प्रज्ञप्तम्] કહ્યું છે; [त्वं] તું [आयुः] પર જીવોનું આયુકર્મ તો [न हरसि] હરતો નથી, [त्वया] તો તેં [तेषाम् मरणं] તેમનું મરણ [कथं] કઈ રીતે [कृतं] કર્યું?
(હે ભાઈ! ‘પર જીવો મને મારે છે’ એમ જે તું માને છે, તે તારું અજ્ઞાન છે.) [जीवानां] જીવોનું [मरणं] મરણ [आयुःक्षयेण] આયુકર્મના ક્ષયથી થાય છે એમ