[जिनवरैः] જિનવરોએ [प्रज्ञप्तम्] કહ્યું છે; પર જીવો [तव आयुः] તારું આયુકર્મ તો
[न हरन्ति] હરતા નથી, [तैः] તો તેમણે [ते मरणं] તારું મરણ [कथं] કઈ રીતે [कृतं]
કર્યું?
ટીકાઃ — પ્રથમ તો, જીવોને મરણ ખરેખર સ્વ-આયુકર્મના (પોતાના આયુકર્મના)
ક્ષયથી જ થાય છે, કારણ કે સ્વ-આયુકર્મના ક્ષયના અભાવમાં (અર્થાત્ પોતાના આયુકર્મનો
ક્ષય ન હોય તો) મરણ કરાવું ( – થવું) અશક્ય છે; વળી સ્વ-આયુકર્મ બીજાથી બીજાનું હરી
શકાતું નથી, કારણ કે તે (પોતાનું આયુકર્મ) પોતાના ઉપભોગથી જ ક્ષય પામે છે; માટે કોઈ
પણ રીતે બીજો બીજાનું મરણ કરી શકે નહિ. તેથી ‘હું પર જીવોને મારું છું અને પર જીવો
મને મારે છે’ એવો અધ્યવસાય ધ્રુવપણે ( – નિશ્ચિતપણે) અજ્ઞાન છે.
ભાવાર્થઃ — જીવની જે માન્યતા હોય તે માન્યતા પ્રમાણે જગતમાં બનતું ન હોય,
તો તે માન્યતા અજ્ઞાન છે. પોતાથી પરનું મરણ કરી શકાતું નથી અને પરથી પોતાનું મરણ
કરી શકાતું નથી, છતાં આ પ્રાણી વૃથા એવું માને છે તે અજ્ઞાન છે. આ કથન નિશ્ચયનયની
પ્રધાનતાથી છે.
વ્યવહાર આ પ્રમાણે છેઃ — પરસ્પર નિમિત્તનૈમિત્તિકભાવથી પર્યાયના ઉત્પાદ-વ્યય
થાય તેને જન્મ-મરણ કહેવામાં આવે છે; ત્યાં જેના નિમિત્તથી મરણ ( – પર્યાયનો વ્યય) થાય
તેના વિષે એમ કહેવામાં આવે છે કે ‘આણે આને માર્યો’, તે વ્યવહાર છે.
અહીં એમ ન સમજવું કે વ્યવહારનો સર્વથા નિષેધ છે. જેઓ નિશ્ચયને નથી જાણતા,
તેમનું અજ્ઞાન મટાડવા અહીં કથન કર્યું છે, તે જાણ્યા પછી બન્ને નયોને અવિરોધપણે જાણી
યથાયોગ્ય નયો માનવા.
ફરી પૂછે છે કે ‘‘(મરણનો અધ્યવસાય અજ્ઞાન છે એમ કહ્યું તે જાણ્યું; હવે) મરણના
અધ્યવસાયનો પ્રતિપક્ષી જે જીવનનો અધ્યવસાય તેની શી હકીકત છે?’’ તેનો ઉત્તર કહે
છેઃ —
૩૮૦
સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
मरणं हि तावज्जीवानां स्वायुःकर्मक्षयेणैव, तदभावे तस्य भावयितुमशक्यत्वात्; स्वायुःकर्म
च नान्येनान्यस्य हर्तुं शक्यं, तस्य स्वोपभोगेनैव क्षीयमाणत्वात्; ततो न कथञ्चनापि
अन्योऽन्यस्य मरणं कुर्यात् । ततो हिनस्मि, हिंस्ये चेत्यध्यवसायो ध्रुवमज्ञानम् ।
जीवनाध्यवसायस्य तद्विपक्षस्य का वार्तेति चेत् —