Samaysar (Gujarati). Gatha: 250-251.

< Previous Page   Next Page >


Page 381 of 642
PDF/HTML Page 412 of 673

 

background image
જે માનતોહું જિવાડું ને પર જીવ જિવાડે મુજને,
તે મૂઢ છે, અજ્ઞાની છે, વિપરીત એથી જ્ઞાની છે. ૨૫૦.
ગાથાર્થઃ[यः] જે જીવ [मन्यते] એમ માને છે કે [जीवयामि] હું પર જીવોને જિવાડું
છું [च] અને [परैः सत्त्वैः] પર જીવો [जीव्ये च] મને જિવાડે છે, [सः] તે [मूढः] મૂઢ (મોહી)
છે, [अज्ञानी] અજ્ઞાની છે, [तु] અને [अतः विपरीतः] આનાથી વિપરીત (અર્થાત્ જે આવું નથી
માનતો, આનાથી ઊલટું માને છે) તે [ज्ञानी] જ્ઞાની છે.
ટીકાઃ‘પર જીવોને હું જિવાડું છું અને પર જીવો મને જિવાડે છે’ એવો અધ્યવસાય
ધ્રુવપણે (અત્યંત ચોક્કસ) અજ્ઞાન છે. તે અધ્યવસાય જેને છે તે જીવ અજ્ઞાનીપણાને લીધે
મિથ્યાદ્રષ્ટિ છે; અને જેને તે અધ્યવસાય નથી તે જીવ જ્ઞાનીપણાને લીધે સમ્યગ્દ્રષ્ટિ છે.
ભાવાર્થઃ‘પર મને જિવાડે છે અને હું પરને જિવાડું છું’ એમ માનવું તે અજ્ઞાન
છે. જેને એ અજ્ઞાન છે તે મિથ્યાદ્રષ્ટિ છે; જેને એ અજ્ઞાન નથી તે સમ્યગ્દ્રષ્ટિ છે.
હવે પૂછે છે કે આ (જીવનનો) અધ્યવસાય અજ્ઞાન કઈ રીતે છે? તેનો ઉત્તર કહે છેઃ
છે આયુ-ઉદયે જીવન જીવનું એમ સર્વજ્ઞે કહ્યું,
તું આયુ તો દેતો નથી, તેં જીવન ક્યમ તેનું કર્યું? ૨૫૧.
કહાનજૈનશાસ્ત્રમાળા ]
બંધ અધિકાર
૩૮૧
जो मण्णदि जीवेमि य जीविज्जामि य परेहिं सत्तेहिं
सो मूढो अण्णाणी णाणी एत्तो दु विवरीदो ।।२५०।।
यो मन्यते जीवयामि च जीव्ये च परैः सत्त्वैः
स मूढोऽज्ञानी ज्ञान्यतस्तु विपरीतः ।।२५०।।
परजीवानहं जीवयामि, परजीवैर्जीव्ये चाहमित्यध्यवसायो ध्रुवमज्ञानम् स तु यस्यास्ति
सोऽज्ञानित्वान्मिथ्याद्रष्टिः, यस्य तु नास्ति स ज्ञानित्वात् सम्यग्द्रष्टिः
कथमयमध्यवसायोऽज्ञानमिति चेत्
आऊदयेण जीवदि जीवो एवं भणंति सव्वण्हू
आउं च ण देसि तुमं कहं तए जीविदं कदं तेसिं ।।२५१।।