Samaysar (Gujarati). Gatha: 3.

< Previous Page   Next Page >


Page 10 of 642
PDF/HTML Page 41 of 673

 

background image
अथैतद्बाध्यते
एयत्तणिच्छयगदो समओ सव्वत्थ सुंदरो लोगे
बंधकहा एयत्ते तेण विसंवादिणी होदि ।।३।।
एकत्वनिश्चयगतः समयः सर्वत्र सुन्दरो लोके
बन्धकथैकत्वे तेन विसंवादिनी भवति ।।३।।
समयशब्देनात्र सामान्येन सर्व एवार्थोऽभिधीयते, समयत एकीभावेन स्वगुणपर्यायान्
गच्छतीति निरुक्तेः ततः सर्वत्रापि धर्माधर्माकाशकालपुद्गलजीवद्रव्यात्मनि लोके ये यावन्तः
केचनाप्यर्थास्ते सर्व एव स्वकीयद्रव्यान्तर्मग्नानन्तस्वधर्मचक्रचुम्बिनोऽपि परस्परमचुम्बन्तोऽत्यन्त-
ભાવાર્થજીવ નામની વસ્તુને પદાર્થ કહેલ છે. ‘જીવ’ એવો અક્ષરોનો સમૂહ તે ‘પદ’
છે અને તે પદથી જે દ્રવ્યપર્યાયરૂપ અનેકાંતસ્વરૂપપણું નિશ્ચિત કરવામાં આવે તે પદાર્થ છે. એ
જીવપદાર્થ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યમયી સત્તાસ્વરૂપ છે, દર્શનજ્ઞાનમયી ચેતનાસ્વરૂપ છે, અનંતધર્મ-
સ્વરૂપ દ્રવ્ય છે, દ્રવ્ય હોવાથી વસ્તુ છે, ગુણપર્યાયવાળો છે, તેનું સ્વપરપ્રકાશકજ્ઞાન અનેકાકારરૂપ
એક છે, વળી તે (જીવપદાર્થ) આકાશાદિથી ભિન્ન અસાધારણ ચૈતન્યગુણસ્વરૂપ છે અને અન્ય
દ્રવ્યો સાથે એક ક્ષેત્રમાં રહેવા છતાં પોતાના સ્વરૂપને છોડતો નથી. આવો જીવ નામનો પદાર્થ
સમય છે. જ્યારે તે પોતાના સ્વભાવમાં સ્થિત હોય ત્યારે તો સ્વસમય છે અને પરસ્વભાવ
રાગદ્વેષમોહરૂપ થઈને રહે ત્યારે પરસમય છે. એ પ્રમાણે જીવને દ્વિવિધપણું આવે છે.
હવે, સમયના દ્વિવિધપણામાં આચાર્ય બાધા બતાવે છેઃ
એકત્વનિશ્ચય-ગત સમય સર્વત્ર સુંદર લોકમાં;
તેથી બને વિખવાદિની બંધનકથા એકત્વમાં. ૩.
ગાથાર્થ[एकत्वनिश्चयगतः] એકત્વનિશ્ચયને પ્રાપ્ત જે [समयः] સમય છે તે [लोके]
લોકમાં [सर्वत्र] બધેય [सुन्दरः] સુંદર છે [तेन] તેથી [एक त्वे] એકત્વમાં [बन्धकथा] બીજાના
સાથે બંધની કથા [विसंवादिनी] વિસંવાદવિરોધ કરનારી [भवति] છે.
ટીકાઅહીં ‘સમય’ શબ્દથી સામાન્યપણે સર્વ પદાર્થ કહેવામાં આવે છે કારણ કે
વ્યુત્પત્તિ પ્રમાણે ‘समयते’ એટલે એકીભાવે (એકત્વપૂર્વક) પોતાના ગુણપર્યાયોને પ્રાપ્ત થઈ જે
પરિણમન કરે તે સમય છે. તેથી ધર્મ-અધર્મ-આકાશ-કાળ-પુદ્ગલ-જીવદ્રવ્યસ્વરૂપ લોકમાં સર્વત્ર
જે કોઈ જેટલા જેટલા પદાર્થો છે તે બધાય નિશ્ચયથી (નક્કી) એકત્વનિશ્ચયને પ્રાપ્ત હોવાથી
૧૦
સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-