કહાનજૈનશાસ્ત્રમાળા ]
प्रत्यासत्तावपि नित्यमेव स्वरूपादपतन्तः पररूपेणापरिणमनादविनष्टानन्तव्यक्तित्वाट्टङ्कोत्कीर्णा इव तिष्ठन्तः समस्तविरुद्धाविरुद्धकार्यहेतुतया शश्वदेव विश्वमनुगृह्णन्तो नियतमेकत्वनिश्चयगतत्वेनैव सौन्दर्यमापद्यन्ते, प्रकारान्तरेण सर्वसङ्करादिदोषापत्तेः । एवमेकत्वे सर्वार्थानां प्रतिष्ठिते सति जीवाह्वयस्य समयस्य बन्धकथाया एव विसंवादापत्तिः । कुतस्तन्मूलपुद्गलकर्मप्रदेश- स्थितत्वमूलपरसमयत्वोत्पादितमेतस्य द्वैविध्यम् । अतः समयस्यैकत्वमेवावतिष्ठते ।
જ સુંદરતા પામે છે કારણ કે અન્ય પ્રકારે તેમાં સર્વસંકર આદિ દોષો આવી પડે. કેવા છે તે સર્વ પદાર્થો? પોતાના દ્રવ્યમાં અંતર્મગ્ન રહેલ પોતાના અનંત ધર્મોના ચક્રને (સમૂહને) ચુંબે છે — સ્પર્શે છે તોપણ જેઓ પરસ્પર એકબીજાને સ્પર્શ કરતા નથી, અત્યંત નિકટ એકક્ષેત્રાવગાહરૂપે રહ્યા છે તોપણ જેઓ સદાકાળ પોતાના સ્વરૂપથી પડતા નથી, પરરૂપે નહિ પરિણમવાને લીધે અનંત વ્યક્તિતા નાશ પામતી નથી માટે જેઓ ટંકોત્કીર્ણ જેવા (શાશ્વત) સ્થિત રહે છે અને સમસ્ત વિરુદ્ધ કાર્ય તથા અવિરુદ્ધ કાર્યના હેતુપણાથી જેઓ હંમેશાં વિશ્વને ઉપકાર કરે છે — ટકાવી રાખે છે. આ પ્રમાણે સર્વ પદાર્થોનું ભિન્ન ભિન્ન એકપણું સિદ્ધ થવાથી જીવ નામના સમયને બંધકથાથી જ વિસંવાદની આપત્તિ આવે છે; તો પછી બંધ જેનું મૂળ છે એવું જે પુદ્ગલકર્મના પ્રદેશોમાં સ્થિત થવું, તે જેનું મૂળ છે એવું પરસમયપણું, તેનાથી ઉત્પન્ન થતું (પરસમય-સ્વસમયરૂપ) દ્વિવિધપણું તેને (જીવ નામના સમયને) ક્યાંથી હોય? માટે સમયનું એકપણું હોવું જ સિદ્ધ થાય છે.
ભાવાર્થઃ — નિશ્ચયથી સર્વ પદાર્થ પોતપોતાના સ્વભાવમાં સ્થિત રહ્યે જ શોભા પામે છે. પરંતુ જીવ નામના પદાર્થની અનાદિ કાળથી પુદ્ગલકર્મ સાથે નિમિત્તરૂપ બંધ-અવસ્થા છે; તે બંધાવસ્થાથી આ જીવમાં વિસંવાદ ખડો થાય છે તેથી તે શોભા પામતો નથી. માટે વાસ્તવિક રીતે વિચારવામાં આવે તો એકપણું જ સુંદર છે; તેનાથી આ જીવ શોભા પામે છે.
હવે તે એકત્વની અસુલભતા બતાવે છેઃ —