કોઈ મુનિ ઈર્યાસમિતિપૂર્વક યત્નથી ગમન કરતા હોય તેમના પગ તળે કોઈ ઊડતું જીવડું વેગથી
આવી પડીને મરી ગયું તો તેની હિંસા મુનિને લાગતી નથી. અહીં બાહ્ય દ્રષ્ટિથી જોવામાં આવે
તો હિંસા થઈ, પરંતુ મુનિને હિંસાનો અધ્યવસાય નહિ હોવાથી તેમને બંધ થતો નથી. જેમ
તે પગ નીચે મરી જતું જીવડું મુનિને બંધનું કારણ નથી તેમ અન્ય બાહ્યવસ્તુઓ વિષે પણ
સમજવું. આ રીતે બાહ્યવસ્તુને બંધનું કારણ માનવામાં વ્યભિચાર આવતો હોવાથી બાહ્યવસ્તુ
બંધનું કારણ નથી એમ સિદ્ધ થયું. વળી બાહ્યવસ્તુ વિના નિરાશ્રયે અધ્યવસાન થતાં નથી તેથી
બાહ્યવસ્તુનો નિષેધ પણ છે જ.
આ રીતે બંધના કારણપણે ( – કારણ તરીકે) નક્કી કરવામાં આવેલું જે અધ્યવસાન તે
પોતાની અર્થક્રિયા કરનારું નહિ હોવાથી મિથ્યા છે — એમ હવે દર્શાવે છેઃ —
કરું છું દુખી-સુખી જીવને, વળી બદ્ધ-મુક્ત કરું અરે!
આ મૂઢ મતિ તુજ છે નિરર્થક, તેથી છે મિથ્યા ખરે. ૨૬૬.
ગાથાર્થઃ — હે ભાઈ! ‘[जीवान्] હું જીવોને [दुःखितसुखितान्] દુઃખી-સુખી [करोमि] કરું
છું, [बन्धयामि] બંધાવું છું [तथा विमोचयामि] તથા મુકાવું છું, [या एषा ते मूढमतिः] એવી જે
આ તારી મૂઢ મતિ ( – મોહિત બુદ્ધિ) છે [सा] તે [निरर्थिका] નિરર્થક હોવાથી [खलु] ખરેખર
[मिथ्या] મિથ્યા ( – ખોટી) છે.
ટીકાઃ — હું પર જીવોને દુઃખી કરું છું, સુખી કરું છું ઇત્યાદિ તથા બંધાવું છું, મુકાવું
છું ઇત્યાદિ જે આ અધ્યવસાન છે તે બધુંય, પરભાવનો પરમાં વ્યાપાર નહિ હોવાને લીધે
કહાનજૈનશાસ્ત્રમાળા ]
બંધ અધિકાર
૩૯૫
एवं बन्धहेतुत्वेन निर्धारितस्याध्यवसानस्य स्वार्थक्रियाकारित्वाभावेन मिथ्यात्वं
दर्शयति —
दुक्खिदसुहिदे जीवे करेमि बंधेमि तह विमोचेमि ।
जा एसा मूढमदी णिरत्थया सा हु दे मिच्छा ।।२६६।।
दुःखितसुखितान् जीवान् करोमि बन्धयामि तथा विमोचयामि ।
या एषा मूढमतिः निरर्थिका सा खलु ते मिथ्या ।।२६६।।
परान् जीवान् दुःखयामि सुखयामीत्यादि, बन्धयामि मोचयामीत्यादि वा, यदेतदध्यवसानं
तत्सर्वमपि, परभावस्य परस्मिन्नव्याप्रियमाणत्वेन स्वार्थक्रियाकारित्वाभावात्, खकुसुमं