ઊપજતું હોય તો, જેમ આશ્રયભૂત એવા *વીરજનનીના પુત્રના સદ્ભાવમાં (કોઈને) એવો
અધ્યવસાય ઊપજે છે કે ‘હું વીરજનનીના પુત્રને હણું છું’ તેમ આશ્રયભૂત એવા વંધ્યાપુત્રના
અસદ્ભાવમાં પણ (કોઈને) એવો અધ્યવસાય ઊપજે ( – ઊપજવો જોઈએ) કે ‘હું વંધ્યાપુત્રને
(વાંઝણીના પુત્રને) હણું છું’. પરંતુ એવો અધ્યવસાય તો (કોઈને) ઊપજતો નથી. (જ્યાં વંધ્યાનો
પુત્ર જ નથી ત્યાં મારવાનો અધ્યવસાય ક્યાંથી ઊપજે?) માટે એવો નિયમ છે કે
(બાહ્યવસ્તુરૂપ) આશ્રય વિના અધ્યવસાન હોતું નથી. અને તેથી જ અધ્યવસાનને આશ્રયભૂત
એવી જે બાહ્યવસ્તુ તેનો અત્યંત પ્રતિષેધ છે, કેમ કે કારણના પ્રતિષેધથી જ કાર્યનો પ્રતિષેધ
થાય છે. (બાહ્યવસ્તુ અધ્યવસાનનું કારણ છે તેથી તેના પ્રતિષેધથી અધ્યવસાનનો પ્રતિષેધ થાય
છે). પરંતુ, જોકે બાહ્યવસ્તુ બંધના કારણનું (અર્થાત
્ અધ્યવસાનનું) કારણ છે તોપણ તે
(બાહ્યવસ્તુ) બંધનું કારણ નથી; કેમ કે ઇર્યાસમિતિમાં પરિણમેલા મુનીંદ્રના પગ વડે હણાઇ
જતા એવા કોઈ ઝડપથી આવી પડતા કાળપ્રેરિત ઊડતા જીવડાની માફક, બાહ્યવસ્તુ — કે જે
બંધના કારણનું કારણ છે તે — બંધનું કારણ નહિ થતી હોવાથી, બાહ્યવસ્તુને બંધનું કારણપણું
માનવામાં અનૈકાંતિક હેત્વાભાસપણું છે — વ્યભિચાર આવે છે. (આમ નિશ્ચયથી બાહ્યવસ્તુને
બંધનું કારણપણું નિર્બાધ રીતે સિદ્ધ થતું નથી.) માટે બાહ્યવસ્તુ કે જે જીવને અતદ્ભાવરૂપ છે
તે બંધનું કારણ નથી; અધ્યવસાન કે જે જીવને તદ્ભાવરૂપ છે તે જ બંધનું કારણ છે.
ભાવાર્થઃ — બંધનું કારણ નિશ્ચયથી અધ્યવસાન જ છે; અને જે બાહ્યવસ્તુઓ છે તે
અધ્યવસાનનું આલંબન છે — તેમને આલંબીને અધ્યવસાન ઊપજે છે, તેથી તેમને અધ્યવસાનનું
કારણ કહેવામાં આવે છે. બાહ્યવસ્તુ વિના નિરાશ્રયપણે અધ્યવસાન ઊપજતાં નથી તેથી
બાહ્યવસ્તુઓનો ત્યાગ કરાવવામાં આવે છે. જો બંધનું કારણ બાહ્યવસ્તુ કહેવામાં આવે તો તેમાં
વ્યભિચાર આવે છે. (કારણ હોવા છતાં કોઈ સ્થળે કાર્ય દેખાય અને કોઈ સ્થળે કાર્ય ન દેખાય
તેને વ્યભિચાર કહે છે અને એવા કારણને વ્યભિચારી — અનૈકાંતિક — કારણાભાસ કહે છે.)
૩૯૪
સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
वीरसूसुतं हिनस्मीत्यध्यवसायो जायते, तथा वन्ध्यासुतस्याश्रयभूतस्यासद्भावेऽपि वन्ध्यासुतं
हिनस्मीत्यध्यवसायो जायेत । न च जायते । ततो निराश्रयं नास्त्यध्यवसानमिति नियमः । तत
एव चाध्यवसानाश्रयभूतस्य बाह्यवस्तुनोऽत्यन्तप्रतिषेधः, हेतुप्रतिषेधेनैव हेतुमत्प्रतिषेधात् । न च
बन्धहेतुहेतुत्वे सत्यपि बाह्यवस्तु बन्धहेतुः स्यात्, ईर्यासमितिपरिणतयतीन्द्रपदव्यापाद्यमान-
वेगापतत्कालचोदितकुलिङ्गवत्, बाह्यवस्तुनो बन्धहेतुहेतोरबन्धहेतुत्वेन बन्धहेतुत्वस्यानैकान्तिक-
त्वात् । अतो न बाह्यवस्तु जीवस्यातद्भावो बन्धहेतुः, अध्यवसानमेव तस्य तद्भावो बन्धहेतुः ।
* વીરજનની = શૂરવીરને જન્મ આપનારી; શૂરવીરની માતા.