Samaysar (Gujarati). Gatha: 265.

< Previous Page   Next Page >


Page 393 of 642
PDF/HTML Page 424 of 673

 

કહાનજૈનશાસ્ત્રમાળા ]

બંધ અધિકાર
૩૯૩
न च बाह्यवस्तु द्वितीयोऽपि बन्धहेतुरिति शङ्कयम्
वत्थुं पडुच्च जं पुण अज्झवसाणं तु होदि जीवाणं
ण य वत्थुदो दु बंधो अज्झवसाणेण बंधोत्थि ।।२६५।।
वस्तु प्रतीत्य यत्पुनरध्यवसानं तु भवति जीवानाम्
न च वस्तुतस्तु बन्धोऽध्यवसानेन बन्धोऽस्ति ।।२६५।।

अध्यवसानमेव बन्धहेतुः, न तु बाह्यवस्तु, तस्य बन्धहेतोरध्यवसानस्य हेतुत्वेनैव चरितार्थत्वात् तर्हि किमर्थो बाह्यवस्तुप्रतिषेधः ? अध्यवसानप्रतिषेधार्थः अध्यवसानस्य हि बाह्यवस्तु आश्रयभूतं; न हि बाह्यवस्त्वनाश्रित्य अध्यवसानमात्मानं लभते यदि बाह्यवस्त्वनाश्रित्यापि अध्यवसानं जायेत तदा, यथा वीरसूसुतस्याश्रयभूतस्य सद्भावे

વળી ‘બાહ્યવસ્તુ તે બીજું પણ બંધનું કારણ હશે’ એવી શંકા ન કરવી. (‘અધ્યવસાય તે બંધનું એક કારણ હશે અને બાહ્યવસ્તુ તે બંધનું બીજું કારણ હશે’ એવી પણ શંકા કરવી યોગ્ય નથી; અધ્યવસાય જ એકનું એક બંધનું કારણ છે, બાહ્યવસ્તુ બંધનું કારણ નથી.) આવા અર્થની ગાથા હવે કહે છેઃ

જે થાય અધ્યવસાન જીવને, વસ્તુ-આશ્રિત તે બને,
પણ વસ્તુથી નથી બંધ, અધ્યવસાનમાત્રથી બંધ છે. ૨૬૫.

ગાથાર્થઃ[पुनः] વળી, [जीवानाम्] જીવોને [यत्] જે [अध्यवसानं तु] અધ્યવસાન [भवति] થાય છે તે [वस्तु] વસ્તુને [प्रतीत्य] અવલંબીને થાય છે [च तु] તોપણ [वस्तुतः] વસ્તુથી [न बन्धः] બંધ નથી, [अध्यवसानेन] અધ્યવસાનથી જ [बन्धः अस्ति] બંધ છે.

ટીકાઃઅધ્યવસાન જ બંધનું કારણ છે; બાહ્યવસ્તુ બંધનું કારણ નથી, કેમ કે બંધનું કારણ જે અધ્યવસાન તેના કારણપણાથી જ બાહ્યવસ્તુને ચરિતાર્થપણું છે (અર્થાત્ બંધનું કારણ જે અધ્યવસાન તેનું કારણ થવામાં જ બાહ્યવસ્તુનું કાર્યક્ષેત્ર પૂરું થાય છે, તે કાંઈ બંધનું કારણ થતી નથી). અહીં પ્રશ્ન થાય છે કેજો બાહ્યવસ્તુ બંધનું કારણ નથી તો (‘બાહ્યવસ્તુનો પ્રસંગ ન કરો, ત્યાગ કરો’ એમ) બાહ્યવસ્તુનો પ્રતિષેધ (નિષેધ) શા માટે કરવામાં આવે છે? તેનું સમાધાનઃઅધ્યવસાનના પ્રતિષેધ અર્થે બાહ્યવસ્તુનો પ્રતિષેધ કરવામાં આવે છે. અધ્યવસાનને બાહ્યવસ્તુ આશ્રયભૂત છે; બાહ્યવસ્તુનો આશ્રય કર્યા વિના અધ્યવસાન પોતાના સ્વરૂપને પામતું નથી અર્થાત્ ઊપજતું નથી. જો બાહ્યવસ્તુનો આશ્રય કર્યા વિના પણ અધ્યવસાન

50