૩૯૨
एवमयमज्ञानात् यो यथा हिंसायां विधीयतेऽध्यवसायः, तथा असत्यादत्ताब्रह्म- परिग्रहेषु यश्च विधीयते स सर्वोऽपि केवल एव पापबन्धहेतुः । यस्तु अहिंसायां यथा विधीयते अध्यवसायः, तथा यश्च सत्यदत्तब्रह्मापरिग्रहेषु विधीयते स सर्वोऽपि केवल एव पुण्यबन्धहेतुः ।
ગાથાર્થઃ — [एवम्] એ રીતે (અર્થાત્ પૂર્વે હિંસાના અધ્યવસાય વિષે કહ્યું તેમ) [अलीके] અસત્યમાં, [अदत्ते] અદત્તમાં, [अब्रह्मचर्ये] અબ્રહ્મચર્યમાં [च एव] અને [परिग्रहे] પરિગ્રહમાં [यत्] જે [अध्यवसानं] અધ્યવસાન [क्रियते] કરવામાં આવે [तेन तु] તેનાથી [पापं बध्यते] પાપનો બંધ થાય છે; [तथापि च] અને તેવી જ રીતે [सत्ये] સત્યમાં, [दत्ते] દત્તમાં, [ब्रह्मणि] બ્રહ્મચર્યમાં [च एव] અને [अपरिग्रहत्वे] અપરિગ્રહમાં [यत्] જે [अध्यवसानं] અધ્યવસાન [क्रियते] કરવામાં આવે [तेन तु] તેનાથી [पुण्यं बध्यते] પુણ્યનો બંધ થાય છે.
ટીકાઃ — એ રીતે ( – પૂર્વોક્ત રીતે) અજ્ઞાનથી આ જે હિંસામાં અધ્યવસાય કરવામાં આવે છે તેમ અસત્ય, અદત્ત, અબ્રહ્મચર્ય અને પરિગ્રહમાં પણ જે (અધ્યવસાય) કરવામાં આવે, તે બધોય પાપના બંધનું એકમાત્ર ( – એકનું એક) કારણ છે; અને જે અહિંસામાં અધ્યવસાય કરવામાં આવે છે તેમ જે સત્ય, દત્ત, બ્રહ્મચર્ય અને અપરિગ્રહમાં પણ (અધ્યવસાય) કરવામાં આવે, તે બધોય પુણ્યના બંધનું એકમાત્ર કારણ છે.
ભાવાર્થઃ — જેમ હિંસામાં અધ્યવસાય તે પાપબંધનું કારણ કહ્યું છે તેમ અસત્ય, અદત્ત ( – વગર દીધેલું લેવું તે, ચોરી), અબ્રહ્મચર્ય અને પરિગ્રહ — તેમનામાં અધ્યવસાય તે પણ પાપબંધનું કારણ છે. વળી જેમ અહિંસામાં અધ્યવસાય તે પુણ્યબંધનું કારણ છે તેમ સત્ય, દત્ત ( – દીધેલું લેવું તે), બ્રહ્મચર્ય અને અપરિગ્રહ — તેમનામાં અધ્યવસાય તે પણ પુણ્યબંધનું કારણ છે. આ રીતે, પાંચ પાપોમાં (અવ્રતોમાં) અધ્યવસાય કરવામાં આવે તે પાપબંધનું કારણ છે અને પાંચ (એકદેશ કે સર્વદેશ) વ્રતોમાં અધ્યવસાય કરવામાં આવે તે પુણ્યબંધનું કારણ છે. પાપ અને પુણ્ય બન્નેના બંધનમાં, અધ્યવસાય જ એકમાત્ર બંધ-કારણ છે.