કહાનજૈનશાસ્ત્રમાળા ]
परजीवानां स्वकर्मोदयवैचित्र्यवशेन प्राणव्यपरोपः कदाचिद्भवतु, कदाचिन्मा भवतु, य एव हिनस्मीत्यहङ्काररसनिर्भरो हिंसायामध्यवसायः स एव निश्चयतस्तस्य बन्धहेतुः, निश्चयेन परभावस्य प्राणव्यपरोपस्य परेण कर्तुमशक्यत्वात् ।
अथाध्यवसायं पापपुण्ययोर्बन्धहेतुत्वेन दर्शयति —
ટીકાઃ — પર જીવોને પોતાના કર્મના ઉદયની વિચિત્રતાના વશે પ્રાણોનો વ્યપરોપ ( – ઉચ્છેદ, વિયોગ) કદાચિત્ થાઓ, કદાચિત્ ન થાઓ, — ‘હું હણું છું’ એવો જે અહંકારરસથી ભરેલો હિંસામાં અધ્યવસાય (અર્થાત્ હિંસાનો અધ્યવસાય) તે જ નિશ્ચયથી તેને ( હિંસાનો અધ્યવસાય કરનારા જીવને) બંધનું કારણ છે, કેમ કે નિશ્ચયથી પરનો ભાવ એવો જે પ્રાણોનો વ્યપરોપ તે પરથી કરાવો અશક્ય છે (અર્થાત્ તે પરથી કરી શકાતો નથી).
ભાવાર્થઃ — નિશ્ચયનયે બીજાના પ્રાણોનો વિયોગ બીજાથી કરી શકાતો નથી; તેના પોતાના કર્મના ઉદયની વિચિત્રતાવશ કદાચિત્ થાય છે, કદાચિત્ નથી થતો. માટે જે એમ માને છે — અહંકાર કરે છે કે ‘હું પર જીવને મારું છું’, તેનો તે અહંકારરૂપ અધ્યવસાય અજ્ઞાનમય છે. તે અધ્યવસાય જ હિંસા છે — પોતાના વિશુદ્ધ ચૈતન્યપ્રાણનો ઘાત છે, અને તે જ બંધનું કારણ છે. આ નિશ્ચયનયનો મત છે.
અહીં વ્યવહારનયને ગૌણ કરીને કહ્યું છે એમ જાણવું. માટે તે કથન કથંચિત્ (અર્થાત્ અપેક્ષાપૂર્વક) છે એમ સમજવું; સર્વથા એકાંતપક્ષ તો મિથ્યાત્વ છે.
હવે, (હિંસા-અહિંસાની જેમ સર્વ કાર્યોમાં) અધ્યવસાયને જ પાપ-પુણ્યના બંધના કારણપણે દર્શાવે છેઃ —